Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

ગુજરાત-હ્યોગો ભાગીદારીના 10 વર્ષ પૂરા:26 જાપાનીઝ ઉદ્યોગપતિઓની હાજરીમાં અમદાવાદમાં ખાસ લોગો લોન્ચ, ઔદ્યોગિક સહયોગ વધારવા ખાતરી આપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 2 views
ગુજરાત-હ્યોગો ભાગીદારીના 10 વર્ષ પૂરા:26 જાપાનીઝ ઉદ્યોગપતિઓની હાજરીમાં અમદાવાદમાં ખાસ લોગો લોન્ચ, ઔદ્યોગિક સહયોગ વધારવા ખાતરી આપી
હ્યોગો (જાપાન) અને ગુજરાત વચ્ચેના ઐતિહાસિક સંબંધોને દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે, અમદાવાદ સ્થિત ઓનરરી કન્સ્યુલેટ ઓફ જાપાન દ્વારા ૧૦મી વર્ષગાંઠની ઉજવણીના વર્ષનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાપાનના હ્યોગો પ્રીફેક્ચરથી આવેલા ઉચ્ચ સ્તરીય વ્યાપારી મંડળ સાથે એક વિશેષ આંતરક્રિયાત્મક સત્રનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ડેલિગેશનમાં હ્યોગો ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન, હ્યોગો પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ અને જેટ્રો (JETRO) કોબેના ૨૬ અગ્રણી ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોબે સ્ટીલ લિ., સિસ્મેક્સ એશિયા પેસિફિક, ફુજી ડેટા સિસ્ટમ્સ, કોબેલ્કો રિસર્ચ, કનાઈ હોલ્ડિંગ્સ, શિમીઝુ મશીન ડિઝાઇન, મારુઇચી કોર્પોરેશન અને મિત્સુઇ સીકી જેવી જાણીતી જાપાનીઝ કંપનીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ગુજરાતના વ્યાપારી જગતના અગ્રણીઓ, જેટ્રો અમદાવાદ, ફિક્કી (FICCI) ગુજરાત કાઉન્સિલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. મુકેશ પટેલે (ઓનરરી કન્સ્યુલ ઓફ જાપાન, અમદાવાદ) સ્વાગત પ્રવચન આપતા તેમણે વર્ષ ૨૦૧૬માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ. શિન્ઝો આબેની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં થયેલા આ ઐતિહાસિક કરારને યાદ કર્યો હતો. તેમણે છેલ્લા દાયકા દરમિયાન ગુજરાત અને હ્યોગો વચ્ચે મજબૂત થયેલા સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ, વાઇબ્રન્ટ ગુજરાતના પ્રચાર-પ્રસાર માટે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગામી જાપાન મુલાકાત વિશે પણ માહિતી આપી હતી. કે. સી. સંપતે (એમ.ડી., ઇન્ડેક્સ-બી, ગુજરાત સરકાર) સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ગુજરાત હવે 'વિકસિત ગુજરાત'ના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 2009ના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાન પ્રથમ ભાગીદાર દેશ બન્યો હતો. આજે ગુજરાતમાં 350થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે, અને ધોલેરા, ખોરેજ તથા મંડળ જેવા વિસ્તારોમાં, ખાસ કરીને સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી કંપનીઓ સ્થપાઈ રહી છે. જાપાનીઝ ડેલિગેશન અને ગુજરાતના અગ્રણીઓના હસ્તે 10મી વર્ષગાંઠના સત્તાવાર લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે આગામી દાયકા માટે નવીન પ્રતિબદ્ધતા દર્શાવે છે. હ્યોગો ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રમુખ તોશિયા મિયાકે, વાઇસ પ્રેસિડેન્ટ હિરોઆકી કનાઈ, જેટ્રો કોબેના ડાયરેક્ટર જનરલ મિસ એમી તેશિમા, અને જેટ્રો અમદાવાદના ડાયરેક્ટર જનરલ જુન તાકાહાશીએ ગુજરાતના આતિથ્ય સત્કારની પ્રશંસા કરી ઔદ્યોગિક સહયોગ વધારવાની ખાતરી આપી હતી. હ્યોગો પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટના નોબુતાકા અઝુમા દ્વારા હ્યોગોની ઔદ્યોગિક તાકાત પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. અંતમાં, હિરોઆકી કનાઈએ સમાપન વક્તવ્ય આપ્યું હતું અને ઇન્ડો-જાપાનીઝ ઇકોનોમિક કોઓપરેશન કાઉન્સિલના ચેરમેન યતીન્દ્ર શર્માએ આભાર વિધિ કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan