Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ગુજરાત શાસન વહીવટમાં ફેરફાર:IAS ડૉ. અંચુ વિલ્સનની GADમાં બદલી, પી.બી. રાઠોડને મહેસાણા DDOનો વધારાનો ચાર્જ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 4 views
ગુજરાત શાસન વહીવટમાં ફેરફાર:IAS ડૉ. અંચુ વિલ્સનની GADમાં બદલી, પી.બી. રાઠોડને મહેસાણા DDOનો વધારાનો ચાર્જ
ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો અંગેનો મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ઓર્ડર મુજબ મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) ડૉ. અંચુ વિલ્સનની બદલી કરવામાં આવી છે અને તેમને ગાંધીનગર સચિવાલય ખાતે સામાન્ય વહીવટી વિભાગમાં ઉપસચિવ (Deputy Secretary) તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ ૨૦૨૧ બેચના ગુજરાત કેડરના IAS અધિકારી ડૉ. અંચુ વિલ્સનને મહેસાણા DDOની ફરજમાંથી મુક્ત કરીને સચિવાલયમાં મૂકવામાં આવ્યા છે. પી.બી. રાઠોડને મહેસાણા DDO તરીકે વધારાનો ચાર્જ સોંપાયો મહેસાણા જિલ્લા વહીવટીતંત્રનું મુખ્ય પદ ખાલી ન રહે તે હેતુથી સરકારે કામચલાઉ વ્યવસ્થા ગોઠવી છે. ગાંધીનગરમાં કૌશલ્ય વિકાસ વિભાગના નિયામક તરીકે ફરજ બજાવતા ૨૦૨૨ બેચના IAS અધિકારી પી.બી. રાઠોડને પોતાની મૂળ જવાબદારી સાથે મહેસાણા DDOનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નવી કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ આ કાર્યભાર સંભાળશે. મહેસાણા જિલ્લા વહીવટીતંત્રમાં ફેરફાર આ સામાન્ય વહીવટી આદેશથી મહેસાણા જિલ્લાના વહીવટી માળખામાં ફેરફાર થયો છે. અંચુ વિલ્સનની ગાંધીનગર સચિવાલયમાં બદલી થતાં હવે રાજ્ય સરકાર દ્વારા મહેસાણાના નવા કાયમી જિલ્લા વિકાસ અધિકારી તરીકે કોની પસંદગી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે..
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan