Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગુજરાત યુનિ. પૂર્વ VC નીરજા ગુપ્તાનું વધુ એક કથિત કૌભાંડ:એક્ઝિક્યુટીવ કાઉન્સિલને અંધારામાં રાખી 32 કરોડના કામ બારોબાર પાસ કરાવ્યા, મિનિટ્સમાંથી 40 નંબરનું કામ પણ ગાયબ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
ગુજરાત યુનિ. પૂર્વ VC નીરજા ગુપ્તાનું વધુ એક કથિત કૌભાંડ:એક્ઝિક્યુટીવ કાઉન્સિલને અંધારામાં રાખી 32 કરોડના કામ બારોબાર પાસ કરાવ્યા, મિનિટ્સમાંથી 40 નંબરનું કામ પણ ગાયબ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના એક બાદ એક કથિત કૌભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે 32 કરોડથી વધુના કામો બારોબાર પાસ કરાવી મિનિટ્સમાંથી 40 નંબરના કામની વિગત ગાયબ કરી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યની જાણ બહાર રજીસ્ટ્રારે સહી કરીને કામને મંજૂરી આપતા તેની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. જે.પી. સ્ટ્રક્ચર, ઓક્ટર્સ કંપનીને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા વગર જ કામ સોંપી કરોડો રૂપિયાની લ્હાણી કરી હોવાનો ખુલાસો થયો છે. જેથી વધુ એક કથિત કૌભાંડની તપાસ નિવૃત્ત જજની કમિટીને સોંપવામાં આવી છે. 32 કરોડના કામોની લ્હાણી કરાઈ નીરજા ગુપ્તા દ્વારા 32 કરોડના કામ કોઈપણને જાણ કર્યા વિના 2 મે, 2025ની દરખાસ્તમાં જાણી જોઇને જુલાઈ 2025માં મંજૂર કરી દેવાયા હતા. મંજૂર કરેલા કામો કયા છે તેની પણ જાણ EC મેમ્બરોને પણ ન હતી. કાઉન્સિલ સભ્યોને મોકલવામાં આવતા એજન્ડામાં 32 કરોડ 31 લાખ 79 હજારના 40 નંબરના કામની વિગત છૂપાવવામાં આવી હતી. ક્રમશ વિગતમાં 39 નંબર બાદ સીધી 41 નંબરના કામની વિગત આપવામાં આવી હતી. આ તમામ કામ જેપી સ્ટ્રક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ, કન્સલ્ટન્ટ ઓક્ટર્સને કરોડોના કામ સોંપી દેવાયા હોવાનું સામે આવતા વિવાદ થયો છે. રજીસ્ટ્રાર પિયુષ પટેલની કામગીરી શંકાના દાયરામાં 20 મે, 2025ના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાં વિવિધ કામોના 7 મુદ્દા પર ચર્ચા કરાઈ હતી, પરંતુ મિન્ટ્સ જ્યારે આવી ત્યારે ચર્ચા ન થઈ હોય તેવા બીજા બે મુદ્દા સિન્ડિકેટ સભ્યોની મંજૂરી વિના એડ કરવામાં આવ્યા હતા. જોકે, બેઠક મળી ત્યારે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પરેશ પ્રજાપતિ હતા, પરંતુ મિનિટ્સ ઓનલાઈન ચઢાવી ત્યારે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ હતા, જેમાં તમામ જગ્યાએ સહી પણ તેમની થઈ હોવાનું સામે આવ્યું છે. જેથી પિયુષ પટેલની કામગીરી પણ શંકાના દાયરામાં આવતા તેમના કામ સામે પણ સવાલો ઉભા થયા છે. ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ચૂકી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. સરકારે આ બાબતે તાત્કાલિક કડક પગલાં લેવા જોઇએ. એક્ઝિક્યુટીવ કાઉન્સિલ એટલે કે, સિન્ડિકેટ સભ્ય તે ખૂબ જ પાવરફૂલ બોડી હોય છે. યુનિવર્સિટીના કોઈપણ નીતિવિષયક નિર્ણયો જે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, ફાઈનાન્સ આ તમામ નિર્ણય સિન્ડિકેટ બેઠકમાં લેવામાં આવતા હોય છે. 20 મે, 2025ના રોજ સિન્ડિકેટની બેઠક મળે છે, જેના બે મહિના પછીના એટલે 20 જુલાઈ, 2025ની બેઠકના જે કામો છે તેની સ્વીકૃતિ આપવાની. ત્યારબાદ બે મહિના પછી બાંધકામ સમિતિની મીટિંગ થાય છે અને તેમાં જે મંજૂરી આપવાની હોય છે, જે કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવે છે તે મુદ્દો જ સ્કીમ કરવામાં આવે છે. 'ઓક્ટર્સ અને જે.પી. સ્ટ્રક્ચર કંપનીને કામો ફાળવવામાં આવ્યા' ઇન્દ્રવિજયસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, જેમાં 32 કરોડ કરતા વધુની લ્હાણી કરી ઓક્ટર્સ, જે.પી. સ્ટ્રક્ચર કંપનીના ફાળવવામાં આવે છે. સિન્ડિકેટમાં જ્યારે અધ્યાપકના પ્રતિનિધિ, પ્રિન્સિપાલના પ્રતિનિધિ તેમજ વિરોધ પક્ષના લોકો આવતા હતા, ત્યારે કોઈપણ પ્રકારના કૌભાંડ કરવાની હિંમત કોઈની થતી નહોતી, પરંતુ સરકારે જ્યારે સેનેટ અને સિન્ડિકેટનું વિસર્જન કરી માત્ર સરકાર નિયુક્ત સભ્યોને જ બેસાડવાનું શરૂ કર્યું ત્યારથી કાંડ અને કૌભાંડ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેરી ભી ચૂપી, મેરી ભી ચૂપ કરીને સિન્ડિકેટ સભ્યોને પણ નાની મોટી લ્હાણી કરવામાં આવે છે. કુલપતિ અને રજીસ્ટ્રાર સાથે મળીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. ભૂતકાળમાં જ્યારે જ્યારે યુનિવર્સિટીમાં એકપણ રૂપિયાની ઉચાપત થાય છે તો તે લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. જેથી અમારી પણ સ્પષ્ટ માંગણી છે કે, આવા લોકોને બક્ષવામાં ન આવે અને જે પણ દોષિત છે તેને જલેના સળિયા પાછળ મોકલવામાં આવે. 'રિટાયર્ડ હાઈકોર્ટ જજની કમિટી તપાસ કરી રહી છે': ઇન્ચાર્જ કુલપતિ ઇન્ચાર્જ કુલપતિ ડો. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં ફાઈનાન્શિયલ ખામીઓને લઈને કેટલીક બાબતો સામે આવી છે. 32 કરોડ રૂપિયા કોઇપણ ચર્ચા કે જાણ કર્યા વિના ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અત્યારે રિટાયર્ડ હાઈકોર્ટ જજની કમિટી તપાસ કરી રહી છે. 22 દિવસથી તપાસ કમિટી પોતાની કામગીરી કરી રહી છે. છેલ્લા 4 વર્ષમાં જે પણ ફાઈનાન્સિયલ ખામીઓ થઈ હોય, નિયમ વગર કોઇપણ પ્રકારના કામોના નિર્ણય લેવાયા હોય, નિમણૂક થઈ હોય તે તમામ બાબતોને લઈ કમિટી તપાસ કરી રહી છે. વધુમાં ઇન્ચાર્જ કુલપિત ડો. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, બે મહિનામાં કમિટી રિપોર્ટ આપશે તે બાદ સમગ્ર હકીકત સામે આવશે. નિવૃત્ત જજની કમિટીએ જે પણ આક્ષેપ થયા છે અને જે પણ દસ્તાવેજો સામે આવ્યા છે તે અને અગાઉની કમિટીએ જે પણ રિપોર્ટ તૈયાર કર્યો છે તે સોંપવામાં આવ્યો છે. એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં કામની ચર્ચા થઈ અને જે પણ ક્રમની ચર્ચા થઈ તે ગાયબ થાય તેવું દેખાયું નથી, પરંતુ આમાં એક ક્રમ ગાયબ હોય તેવું ધ્યાને આવ્યું છે. જો કોઈ 20 નંબરના નામની ચર્ચા થઈ હોય તો તેના પછી 21 નંબર જ આવે તેવી સમજી શકાય છે. આ ઘટનામાં કોઈ શરત ચૂક થઈ છે કે અન્ય કોઈ બાબત છે તેની તપાસ કમિટીને સોંપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan