top
ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા સરપંચનો CMને પત્ર
ગુજરાતમાં દારૂબંધી લાગુ હોવા છતાં ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ તેના કડક અમલને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે વલસાડના નારગોલમાં દારૂબંધી હળવી કરવાની માગ ઉઠી છે. નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને દારૂ અને તાડીના વેચાણ માટે નિયત પરવાનગી અને હળવા પ્રતિબંધો હેઠળ પ્રાયોગિક ધોરણે છૂટ આપવાની માગ કરી છે. નારગોલ દરિયાકિનારે આવેલું મહત્વનું પ્રવાસન સ્થળ છે અને અહીં વર્ષોથી ભંડારી તથા પારસી સમાજ સાથે જોડાયેલો તાડીનો પરંપરાગત વ્યવસાય રહ્યો છે. ગ્રામ પંચાયતે આ પરંપરાગત વ્યવસાય ફરી શરૂ કરવાની પણ માગ કરી છે. સ્થાનિકોના મતે નારગોલ બીચને બ્લુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે અને નિયંત્રિત રીતે છૂટ આપવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગ, રોજગારી અને પરંપરાગત વ્યવસાયને ફાયદો થઈ શકે છે.
Read full article on News18 Gujarati