Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે ₹213.85 કરોડની ગ્રાન્ટ મંજૂર:બનાસકાંઠાને સૌથી વધુ ₹13.91 કરોડ અને દાહોદને ₹11.06 કરોડ મળ્યા, રાજ્યના 37 જિલ્લા અને મહાનગરોને મળશે ફંડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 4, 2026 👁 3 views
ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે ₹213.85 કરોડની ગ્રાન્ટ મંજૂર:બનાસકાંઠાને સૌથી વધુ ₹13.91 કરોડ અને દાહોદને ₹11.06 કરોડ મળ્યા, રાજ્યના 37 જિલ્લા અને મહાનગરોને મળશે ફંડ
ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનાવવા, પાયાની માળખાકીય સુવિધાઓ સુધારવા તેમજ વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુચારુ સંચાલન કરવા માટે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 ના પ્રથમ ‘મધર સેન્ક્શન’ અંતર્ગત રાજ્યના 37 જિલ્લાઓ અને મહાનગરપાલિકા એકમો માટે કુલ ₹213.85 કરોડની જંગી વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સમગ્ર નાણાકીય ફાળવણી પારદર્શિતા જળવાઈ રહે તે હેતુસર SNA SPARSH તેમજ IFMS પોર્ટલ મારફતે સીધી સંબંધિત કચેરીઓ અને શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે. ચાઇલ્ડ અને ડિસ્ટ્રિક્ટ લેવલ માટે અલગ-અલગ બજેટ નક્કી કરાયું સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર કુલ ₹213,85,20,860 ની ગ્રાન્ટને બે મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીલક્ષી સીધા લાભો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 'ચાઇલ્ડ લેવલ' હેઠળ ₹133.87 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. જ્યારે વહીવટી, સંચાલકીય તેમજ માળખાકીય વ્યવસ્થાઓ માટે 'ડિસ્ટ્રિક્ટ લેવલ' હેઠળ ₹79.97 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. SNA SPARSH સિસ્ટમ દ્વારા નાણાંની ચૂકવણી થવાથી દરેક રૂપિયાનો હિસાબ રિયલ-ટાઇમ ટ્રેક કરી શકાશે. બનાસકાંઠા જિલ્લો મોખરે, સરહદી અને આદિવાસી વિસ્તારોને મોટો હિસ્સો રાજ્યભરના એકમોમાં સૌથી વધુ રકમ બનાસકાંઠા જિલ્લાને ફાળવવામાં આવી છે, જેને કુલ ₹13.91 કરોડ મળ્યા છે. આદિવાસી બહુલ દાહોદ જિલ્લાને ₹11.06 કરોડ અને કચ્છ જિલ્લાને ₹9.14 કરોડ ફાળવાયા છે. આ સિવાય પંચમહાલને ₹8.86 કરોડ, અરવલ્લીને ₹7.93 કરોડ, મહિસાગરને ₹7.71 કરોડ અને સુરેન્દ્રનગરને ₹7.52 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે. અન્ય જિલ્લાઓમાં સાબરકાંઠાને ₹6.97 કરોડ, આણંદને ₹6.75 કરોડ, વલસાડને ₹6.49 કરોડ, વડોદરા ગ્રામ્યને ₹6.37 કરોડ, અમદાવાદને ₹5.56 કરોડ, સુરતને ₹5.53 કરોડ તેમજ ગાંધીનગરને ₹5.31 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગ્રાન્ટનો વપરાશ નિર્ધારિત કેલેન્ડર મુજબ જ કરવાનો રહેશે શિક્ષણ વિભાગે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે શાળાઓએ આ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર નક્કી કરાયેલા વાર્ષિક કેલેન્ડર અને માર્ગદર્શિકા અનુસાર જ કરવાનો રહેશે. જિલ્લા કક્ષાએથી SNA SPARSH પોર્ટલ પર ફાળવણી થયા બાદ શાળાઓએ જે-તે મંજૂર હેતુ માટે જ ખર્ચ કરવાનો રહેશે. મંજૂર થયેલી રકમ કરતાં એક પણ રૂપિયો વધુ ખર્ચ ન થાય અને નાણાંનો દુરુપયોગ ન થાય તે માટે જિલ્લા સ્તરેથી નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ તમામ શાળાઓએ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાના ખર્ચના હિસાબો અને ઉપયોગિતા પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. રાજ્યના તમામ 37 શૈક્ષણિક એકમોને આવરી લેવાયા આ ગ્રાન્ટ વિતરણ અંતર્ગત રાજ્યના તમામ વહીવટી એકમોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેર (AMC) અને ગ્રામ્ય, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ તેમજ મહિસાગર સહિતના તમામ 37 જિલ્લાઓ અને કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનો સમાવેશ થાય છે. આ ગ્રાન્ટ છૂટી થવાથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ થશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan