top
હાજીપુર ડી.આઈ. પટેલ વિદ્યાસંકુલમાં બી.એડ. પ્રવેશોત્સવ યોજાયો:નવા તાલીમાર્થીઓનું સાંસ્કૃતિક કાર્યક્રમો અને માર્ગદર્શન સાથે સ્વાગત કરાયું
પાટણથી 4 કિલોમીટર દૂર આવેલા હાજીપુર સ્થિત ડી. આઈ. પટેલ વિદ્યાસંકુલ ખાતે 11 ઓગસ્ટ, 2026 ના રોજ બી.એડ.ના નૂતન તાલીમાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બી.એડ. સેમેસ્ટર 3 ના તાલીમાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સિદ્ધિ પટેલના એન્કરિંગથી થઈ હતી. સંસ્થાના પ્રમુખ ડી. આઈ. પટેલ, ટ્રસ્ટી મિત્તલ પટેલ, કોલેજના આચાર્ય ડો. હરેશ તરાલ, સુજાણપુર કોલેજના આચાર્ય જશવંત, પી.ટી.સી. કોલેજના આચાર્ય રાજેશ રાવત અને અધ્યાપકગણ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવી હતી. પી.ટી.સી. વિભાગની તાલીમાર્થીઓ ધરતી અને જીનલ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. નવા પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓનું તિલક વિધિ તથા મોં મીઠું કરાવીને સત્કાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જાનકી દ્વારા ભજન અને અંજલી દ્વારા લોકગીત રજૂ કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન કડીમાં પ્રમુખ ડી. આઈ. પટેલ અને સુજાણપુર કોલેજના આચાર્ય દ્વારા નૂતન વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ અને શિક્ષકના વ્યવસાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થી વક્તાઓ પૈકી પ્રિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને શ્રેયાએ સંસ્થાના અનુભવો શેર કર્યા હતા. કાર્યક્રમના અંતે છાયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું માઇક્રો આયોજન અધ્યાપક મોના પટેલ અને બી.એડ. સેમેસ્ટર 3 ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar