Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Himmatnagar : રેતી ભરેલા ટ્રેક્ટર માટે માંગ્યા 2 હજાર, 1 હજારની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ACBના છટકામાં ઝડપાયો

📰 Sandesh 🕐 1 min read 📅 September 3, 2026 👁 4 views
Himmatnagar : રેતી ભરેલા ટ્રેક્ટર માટે માંગ્યા 2 હજાર, 1 હજારની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ACBના છટકામાં ઝડપાયો
હિંમતનગરમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. રેતી ભરેલા ટ્રેક્ટરને ડિટેઇન ન કરવા માટે તેમણે રૂ. 2 હજારની લાંચની માંગણી કરી હોવાનો આરોપ છે. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે મહેસાણા ACBએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. 2 હજારની માંગણી, આજે 1 હજાર આપવાનું નક્કી ફરિયાદ મુજબ રેતી ભરેલા ટ્રેક્ટર સામે કાર્યવાહી ન કરવા અને તેને ડિટેઇન ન કરવા માટે હેડ કોન્સ્ટેબલે રૂ. 2 હજારની લાંચ માગી હતી. લાંચની માંગણીમાંથી રૂ. 1 હજારની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ મામલે ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યા મહેસાણા ACBની ટીમે હિંમતનગર ખાતે ટ્રેપ ગોઠવી હતી. હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરને રૂ. 1 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે. RTO ગ્રામ્ય પોલીસ ચોકી, RTO સર્કલ ખાતે લાંચની રકમ સ્વીકારવામાં આવી રહી હતી ત્યારે ACBની ટીમે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી લાંચની રકમ રિકવર ACBએ રૂ. 1 હજારની લાંચની રકમ સ્થળ પરથી રિકવર કરી હોવાનું સામે આવ્યું છે. હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ACBએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્રમાં પણ ચર્ચા ચાલી રહી છે. આ પણ વાંચો : Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan