Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હિંમતનગરમાં 10 ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો:4 વર્ષથી નાસતો ફરતો રાજસમંદનો વતની સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર પકડાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 16, 2026 👁 4 views
હિંમતનગરમાં 10 ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો:4 વર્ષથી નાસતો ફરતો રાજસમંદનો વતની સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર પકડાયો
સાબરકાંઠા SOG ટીમે હિંમતનગરમાંથી ચોરી, ઘરફોડ અને લૂંટના 10 ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી જિલ્લાના જાદર, ઇડર, વડાલી, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસને મળેલી બાતમીના આધારે હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી કુલ 10 ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં જાદરમાં 3, ઇડરમાં 3, વડાલીમાં 1, પ્રાંતિજમાં 1 અને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે. આ તમામ ગુનાઓ ઘરફોડ, ચોરી અને લૂંટ સંબંધિત છે. આરોપી 25 વર્ષીય સુખદેવ ઉર્ફે સુરજ ઉદારામ ગુર્જર છે, જે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના દેવગઢ તાલુકાના કવાસ કા ગુડા, ગુજરી દરવાજાનો રહેવાસી છે. તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan