Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હિંમતનગરમાં ગ્રામ્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ 1 હજારની લાંચ લેતા પકડાયો:રેતી ભરેલા ટ્રેક્ટરને છોડવા માટે 2 હજારની લાંચ માંગી હતી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 7 views
હિંમતનગરમાં ગ્રામ્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ 1 હજારની લાંચ લેતા પકડાયો:રેતી ભરેલા ટ્રેક્ટરને છોડવા માટે 2 હજારની લાંચ માંગી હતી
સાબરકાંઠા જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે ACB કાર્યવાહી કરી રહી છે. આજે હિંમતનગરમાં આરટીઓ સર્કલ પાસે ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રૂ.1 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. આ ટ્રેપ મહેસાણા ACB પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવવામાં આવી હતી. ACB વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદરે ફરિયાદીના રેતી ભરેલા ટ્રેક્ટરને ડિટેઇન ન કરવા માટે હપ્તા પેટે રૂ.2 હજારની લાંચ માંગી હતી. તેમાંથી રૂ.1 હજાર આજે આપવાના નક્કી થયા હતા. ફરિયાદી લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, ACBએ હિંમતનગર RTO સર્કલ પર આવેલી ગ્રામ્ય પોલીસ ચોકી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. વાતચીત દરમિયાન, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરે ફરિયાદી પાસેથી રૂ.1 હજારની લાંચ સ્વીકારી હતી. ACBની ટીમે તેમને ઘટનાસ્થળેથી જ રંગેહાથ પકડી પાડ્યા હતા. ACB દ્વારા લાંચની રૂ.1 હજારની રકમ પણ પાછી મેળવાઈ છે. આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan