top
હિંમતનગરમાં કવિ ઉમાશંકર બ્રિજ પર યુવક દોરીથી ઘાયલ:ઘાતક દોરી વાગતાં નાકના ઉપરના ભાગે ઊંડો ઘા, ઉત્તરાયણ વગર ઘાતક દોરીના કારણે ચિંતા અને આશ્ચર્ય; પોલીસે તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા કવિ ઉમાશંકર બ્રિજ પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવકને અચાનક ગળા અને મોંના ભાગે ઘાતક દોરી વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી. ઉત્તરાયણનો તહેવાર ન હોવા છતાં લટકતી ઘાતક દોરીના કારણે યુવક લોહીલુહાણ થતાં સ્થાનિકોમાં ભારે ચિંતા અને આશ્ચર્ય ફેલાયું હતું. નાકના ભાગે પડ્યો ઊંડો કાપો બાઈક સવાર તેજસ પટેલ નામના યુવકના નાકના ઉપરના ભાગે પતંગની તીક્ષ્ણ દોરી અચાનક આવી ગઈ હતી. દોરી ઘસાવાના કારણે યુવકના ચહેરા પર ઊંડો ચીરો પડી ગયો હતો અને ભારે રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો ઈજાગ્રસ્ત થયેલા તેજસ પટેલને તાત્કાલિક અસરથી સ્થાનિકોની મદદ વડે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમની કટોકટીપૂર્ણ સારવાર શરૂ કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી અચાનક ઘાતક દોરીના કારણે સર્જાયેલી આ દુર્ઘટના પગલે સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઘાતક દોરી ક્યાંથી આવી અને કોણ તેનો ઉપયોગ કરી રહ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar