Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હળવદના ખેતરડીમાં જૂની ટાંકી તોડતા નવી ટાંકી સાથે અથડાઈ:સદનસીબે મોટી દુર્ઘટના ટળી, બેદરકારીનો મુદ્દો ચર્ચામાં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 15, 2026 👁 4 views
હળવદના ખેતરડીમાં જૂની ટાંકી તોડતા નવી ટાંકી સાથે અથડાઈ:સદનસીબે મોટી દુર્ઘટના ટળી, બેદરકારીનો મુદ્દો ચર્ચામાં
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખેતરડી ગામે જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડવાની કામગીરી દરમિયાન તે બાજુમાં જ આવેલી નવી પાણીની ટાંકી સાથે ધડાકાભેર અથડાતાં મોટી દુર્ઘટના ટળતાં રહી ગઈ હતી. સદનસીબે નવી ટાંકીને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું અને મોટી જાનહાનિ અટકી હતી. નવી ટાંકી બનતાં જૂની તોડવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં વર્ષો જૂની ટાંકી અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાથી તેના સ્થાને નવી પાણીની ટાંકીનું નિર્માણ કરાયું હતું. ત્યારબાદ જૂની ટાંકીને તોડી પાડવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું હતું, જ્યાં કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. કોન્ટ્રાક્ટરોની બેદરકારી અંગે ઉઠતા ગંભીર સવાલો આ ઘટનાથી ટાંકી તોડવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા દાખવવામાં આવતી ઘોર બેદરકારીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. યોગ્ય સુરક્ષાના પગલાં વિના કામગીરી કરાતી હોવાથી આસપાસની મિલકતો અને માનવજિંદગી સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. અગાઉ ટંકારાના હીરાપરમાં પણ આવી ઘટના બની હતી નોંધનીય છે કે થોડા સમય પહેલાં ટંકારાના હીરાપર ગામે 50,000 લિટરની જૂની ટાંકી તોડતાં કાટમાળ બાજુના મકાન અને દુકાન પર પડતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ભૂતકાળમાં બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે આકરાં પગલાં ન લેવાતાં આવી ઘટનાઓ પુનરાવર્તિત થઈ રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan