Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

'હવે પછી કાંઈ કહેશો તો દાટી દેશું':મહુવાના ઢસીયા રેવન્યુ વિસ્તારમાં ફોરેસ્ટર-ટ્રેકર પર ચાર શખ્સનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 5 views
'હવે પછી કાંઈ કહેશો તો દાટી દેશું':મહુવાના ઢસીયા રેવન્યુ વિસ્તારમાં ફોરેસ્ટર-ટ્રેકર પર ચાર શખ્સનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
મહુવા તાલુકાના ઢસીયા ગામના રેવન્યુ વિસ્તારમાં દીપડા પકડવા માટે મુકેલા પાંજરા નજીક પેટ્રોલિંગ કરી રહેલા ફોરેસ્ટર અને ટ્રેકર પર ચાર શખ્સોએ હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હોવાની ઘટના સામે આવી છે. નાના ખુટવડા-2 રાઉન્ડના ફોરેસ્ટર ઘનશ્યામભાઈ દામજીભાઈ ચૌહાણે આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં સુનિલ ભાલીયા, દિનેશ ભાલીયા અને બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચાર શખ્સોએ ફોરેસ્ટર સાથે ઝઘડો કરી માર માર્યો ગત 9 ઓગસ્ટ 2026ના રોજ સાંજે ફોરેસ્ટર ઘનશ્યામભાઈ સરકારી બાઇક પર પેટ્રોલિંગમાં હતા, ત્યારે ઢસીયા ગામના સ્મશાન નજીક ચાર શખ્સો બેઠેલા જોવા મળ્યા હતા. વન્યપ્રાણી સિંહ-દીપડાની અવરજવર અને નજીકમાં જ પાંજરૂ મુકેલું હોવાથી ફોરેસ્ટરે કોઈ અણબનાવ ન બને તે માટે તેમને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું. આથી ઉશ્કેરાયેલા સુનિલ ભાલીયા અને અન્ય ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી ફોરેસ્ટર સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. 'હવે પછી કાંઈ કહેશો તો દાટી દેશું' કહી મારી નાખવાની ધમકી આ દરમિયાન પાંજરા પાસે હાજર ટ્રેકર અલ્તાફભાઈ શેખ છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ પકડી રાખી માર માર્યો હતો અને સરકારી બાઇકની ચાવી આંચકી લીધી હતી. બૂમાબૂમ થતાં સ્થાનિક લોકો દોડી આવતાં ચારેય હુમલાખોરો 'હવે પછી કાંઈ કહેશો તો દાટી દેશું' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મહુવા ગ્રામ્ય પોલીસે ફોરેસ્ટરની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે BNS ની વિવિધ કલમો અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan