top
ભાવનગર રેન્જ IGના અધ્યક્ષસ્થાને ત્રણ જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ:લઠ્ઠાકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન અટકાવવા અને ગુનામાં સામેલ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા
શ્રાવણ માસના આગામી તહેવારો અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારી દ્વારા ત્રણેય જિલ્લાની અગત્યની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ગુનાખોરી નિયંત્રણ, અનડિટેક્ટ ગુનાઓ શોધવા, અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પ્રિવેન્ટિવ પગલાં લેવા માટે ત્રણેય જિલ્લાના SP અને DySPને સૂચનાઓ અપાઈ હતી. લઠ્ઠાકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે સૂચના અનડિટેક્ટ ચોરી-લૂંટના ડિટેક્શન પર વિશેષ ભાર મૂકવા અને પેન્ડિંગ વહીવટી પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા એક્શન પ્લાન બનાવવા જણાવવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક ઝુંબેશ ચલાવવા તેમજ અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવા પ્રિવેન્ટિવ પગલાં લેવા આદેશ કરાયા હતા. ગુનામાં સામેલ પોલીસકર્મીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ ભાવનગર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સતત રેડ પાડવા અને તમામ વિંગને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી. પ્રોહિબિશન કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીની મિલીભગત અથવા મેળાપીપણું સામે આવશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને અસર કરતી કોઈપણ નાની-મોટી ઘટના બને ત્યારે થાણા ઈનચાર્જ, DySP અને SP એ તાત્કાલિક ઉચ્ચ સ્તરે રિપોર્ટિંગ કરી યોગ્ય માર્ગદર્શન મેળવી ત્વરિત પગલાં ભરવા પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar