Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

India: ઝારખંડના લાતેહારમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો અને કન્ટેનરની સામસામે ટક્કરમાં 7 લોકોના કરુણ મોત

📰 Sandesh 🕐 1 min read 📅 August 15, 2026 👁 3 views
India: ઝારખંડના લાતેહારમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો અને કન્ટેનરની સામસામે ટક્કરમાં 7 લોકોના કરુણ મોત
ઝારખંડના લાતેહાર જિલ્લામાં શનિવારે સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચંદવા પોલીસ સ્ટેશન સીમામાં આવતી દેઢ ટંગવા ઘાટીમાંથી પસાર થઈ રહેલી એક પેસેન્જર ઓટો રિક્ષાને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનરે જોરદાર ટક્કર મારી હતી. ઝારખંડના લાતેહાર જિલ્લામાં અકસ્માત 7 લોકોના મોત ટક્કર એટલી ભયાનક હતી કે ઓટો રિક્ષાના કૂચેકૂચા નીકળી ગયા હતા અને તેમાં સવાર કેટલાક મુસાફરો સીધા કન્ટેનરના વ્હીલ અને બોડી નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયાનક ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ તડપી-તડપીને મોત નીપજ્યા હતા. અકસ્માતના અવાજને પગલે આસપાસના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ચંદવા થાણા પ્રભારી મનોરંજન પ્રસાદ સિંહ તેમની પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી કન્ટેનર નીચે દબાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢવા માટે સ્થાનિકો અને પોલીસે ભારે જહમત ઉઠાવી હતી.ગંભીર રીતે ઘવાયેલા તમામ લોકોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે હાલ ઘાયલોની જિંદગી બચાવવી એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. મૃતકોની સંપૂર્ણ ઓળખ છતી કરીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ પણ વાંચો: Ahmedabad: નશામાં ધૂત યુવકે થારથી મચાવ્યો આતંક! પોલીસ ચેકિંગથી ભાગવા જતાં બેરિકેડ તોડી કાર દિવાલે અથડાવી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan