Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Indore : 4 પુત્રો હતા, પણ અંતિમ યાત્રામાં કાંધ ન મળ્યો, અંતે સમાજસેવકોએ નિભાવ્યો ધર્મ

📰 Sandesh 🕐 1 min read 📅 September 18, 2026 👁 1 views
Indore : 4 પુત્રો હતા, પણ અંતિમ યાત્રામાં કાંધ ન મળ્યો, અંતે સમાજસેવકોએ નિભાવ્યો ધર્મ
મધ્યપ્રદેશના ઈન્દોરમાં લતા બાઈના નિધન બાદ તેમની અંતિમ વિદાયની જવાબદારી પરિવારના બદલે સમાજસેવી સંસ્થાએ નિભાવી હતી. લતા બાઈના 4 પુત્રો હોવા છતાં તેઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા ન હોવાનું સંસ્થા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું છે. જીવનભરની બચતથી ફ્લેટ ખરીદ્યો લતા બાઈ ઈન્દોરમાં રહેતા હતા. સંસ્થા સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, તેમણે જીવનભરની બચત અને ઘરેણાં વેચીને ફ્લેટ ખરીદ્યો હતો. બાદમાં તેમના એક પુત્રે આ ફ્લેટ પોતાના નામે કરાવી લીધો અને લતા બાઈને ઘર છોડવું પડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વૃદ્ધાશ્રમમાં મળ્યો આશરો લતા બાઈની પરિસ્થિતિની જાણકારી મળ્યા બાદ સામાજિક સંસ્થાએ તેમની મદદ માટે પહેલ કરી હતી. મેડિકલ તપાસ બાદ તેમને જાનકી વૃદ્ધાશ્રમમાં આશરો આપવામાં આવ્યો હતો. આશરે 8 મહિના સુધી વૃદ્ધાશ્રમમાં તેમની સંભાળ રાખવામાં આવી હતી. તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ અચાનક તબિયત બગડતાં લતા બાઈને એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમના નિધનની જાણ ઓમ શાંતિ આશ્રમ મારફતે પુત્રોને કરવામાં આવી હતી. પુત્રોને જાણ છતાં અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા સંસ્થા સાથે જોડાયેલા લોકોનો દાવો છે કે ચારેય પુત્રોને માતાના નિધનની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા નહોતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લતા બાઈની અંતિમ વિદાયની જવાબદારી સંભાળી હતી. સમાજસેવકોએ કરી અંતિમ વિદાય લતા બાઈના અંતિમ સંસ્કાર વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યા હતા. તેમના જીવનના અંતિમ 8 મહિનામાં જેમણે સંભાળ રાખી હતી, તે જ લોકો અંતિમ વિદાયમાં પણ સાથે રહ્યા હતા. આ પણ વાંચો : Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video આ પણ વાંચો : Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan