Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પાળીયાદમાં નવી સરકારી ITI કોલેજને મંજૂરી:બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ રાજ્ય સરકારે લીધો નિર્ણય

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 8 views
પાળીયાદમાં નવી સરકારી ITI કોલેજને મંજૂરી:બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ રાજ્ય સરકારે લીધો નિર્ણય
બોટાદ તાલુકાના પાળીયાદ ગામમાં નવી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) કોલેજ શરૂ કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સતત રજૂઆતો બાદ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ૪૮ બેઠકો સાથે ITI કોલેજ શરૂ કરવાનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નવી ITI કોલેજમાં કુલ ૪ ટ્રેડમાં ૪૮ બેઠકો મંજૂર કરવામાં આવી છે. જેમાં આર.એ.સી. ટેકનિશિયન, ડ્રાફ્ટસમેન (સિવિલ), સર્વેયર અને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો સમાવેશ થાય છે. આ સંસ્થાથી પાળીયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ મળશે. આનાથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને કૌશલ્ય વિકાસને વેગ મળશે. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ આ મંજૂરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે બોટાદ જિલ્લાના યુવાનોના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારી માટે ભવિષ્યમાં પણ તેમના પ્રયાસો ચાલુ રહેશે. પાળીયાદમાં નવી સરકારી ITI કોલેજની મંજૂરીને સમગ્ર વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ અને વિકાસલક્ષી નિર્ણય તરીકે આવકારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદમાં મહિલા ITI કોલેજ શરૂ કરવા માટે પણ માંગણી કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan