top
જામજોધપુરમાં તીનપત્તીનો જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા:પોલીસે દરોડો પાડી ₹16,540 રોકડા જપ્ત કર્યા
જામજોધપુરમાં પોલીસે તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. લાડવા શેરીમાં જૂની બેકરી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સાગરભાઈ કાંતીલાલ સોલંકી, રાજેશભાઈ જીવનલાલ કુડેચા, મગનલાલ વીરાભાઈ વીઝુડા, રાજભાઈ નાથાભાઈ પરમાર, જીગ્નેશભાઈ ગીરધરભાઈ રાઠોડ, આકાશ ઉર્ફે ગાંગો મનીશભાઈ વરાણીયા અને અજયભાઈ સુખાભાઈ ડાભીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ ₹16,540 રોકડા અને ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે જામજોધપુર પોલીસ મથકે તમામ સાત શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar