Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

જામનગર આહીર સમાજ દ્વારા સન્માન સમારોહ:સ્થાનિક સ્વરાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 4 views
જામનગર આહીર સમાજ દ્વારા સન્માન સમારોહ:સ્થાનિક સ્વરાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરાયું
આહીર સમાજ જામનગર દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા આહીર જ્ઞાતિના પ્રતિનિધિઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ શિવમ્ સોસાયટી, આહીર સમાજ ખાતે યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, અધ્યક્ષ ભીખુભાઈ વેજાણંદભાઈ વારોતરીયા, જામખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઇ બેરા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને આહીર અગ્રણી મુળુભાઈ કંડોરીયાના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશભાઈ બાબુભાઈ ડેર, ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રિતેશભાઈ વિનોદભાઈ ડાંગર, જામકલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ પુરીબેન બાબુભાઈ ગોજીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રંજનબેન કશ્યપભાઈ ડેર, જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ વશરામભાઈ મકવાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુમાતભાઈ વજશીભાઈ ચાવડા અને જામનગર મહાનગરપાલિકા લાઇટ કમિટીના ચેરમેન રિધ્ધીષભાઈ વાસુરભાઈ ડેરને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર મિથિલભાઇ મનુભાઈ માડમ અને રાજુભાઈ હમીરભાઈ કરમુર, જિલ્લા પંચાયત સદસ્યો સાજીબેન હરદાસભાઇ ખવા, દેવદાનભાઈ ખીમાભાઈ જારીયા (જામનગર), રાજીબેન દેવશીભાઈ કરમુર (દેવભૂમિ દ્વારકા), કરસનભાઈ હરદાસભાઇ આંબલીયા (દેવભૂમિ દ્વારકા), દેવાતભાઈ જગાભાઈ દેથરીયા (દેવભૂમિ દ્વારકા), પૂનમબેન વિરેનભાઈ કરમુર (દેવભૂમિ દ્વારકા), અલ્પાબેન રણજીતભાઈ ગોજીયા (દેવભૂમિ દ્વારકા), પરબતભાઈ ધનાભાઈ ગાગીયા (જામનગર) અને કનુભાઈ પરબતભાઈ વરૂ (દેવભૂમિ દ્વારકા) નું પણ સન્માન કરાયું હતું. તાલુકા પંચાયતના ઉપપ્રમુખો ભાવનાબેન કિશોરભાઈ વસરા (લાલપુર), હીનાબેન રામભાઈ બારીયા (જામજોધપુર), રાજશીભાઈ કેશુરભાઈ ગોજીયા (જામખંભાળીયા), લાખીબેન રામભાઈ કરમુર (જામકલ્યાણપુર) અને જામકલ્યાણપુર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અલ્પાબેન વિનોદભાઈ કરમુરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સન્માન સમારોહનું સફળ સંચાલન આહીર સમાજ જામનગરના પ્રમુખ રણમલભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ નગાભાઈ નંદાણીયા, મંત્રી રામશીભાઈ ગોરીયા, સહમંત્રી કિશનભાઈ માડમ, ખજાનચી ધરણાંતભાઈ સોલંકી તથા સભ્યો સંજયભાઈ મૈયડ, હિતેષભાઈ ગાગલીયા, વિજયભાઈ ધ્રાંગુ, ખીમભાઈ બોદર, મારખીભાઈ બૈડીયાવદરા, પરબતભાઈ માડમ, કાનાભાઈ કરંગીયા, હેમતભાઈ જોગલ, ભાવેશભાઈ ગાગીયા અને લીરીબેન માડમ સહિતના ટ્રસ્ટીઓની જહેમતથી કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan