Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જામનગર હોમગાર્ડ્ઝએ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા:શ્રાવણ માસમાં અકસ્માત નિવારવા 700થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત કરાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 17, 2026 👁 3 views
જામનગર હોમગાર્ડ્ઝએ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા:શ્રાવણ માસમાં અકસ્માત નિવારવા 700થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત કરાયા
જામનગર હોમગાર્ડ્ઝ દ્વારા શ્રાવણ માસમાં પદયાત્રીઓની સુરક્ષા માટે પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અકસ્માત નિવારવાના શુભ આશયથી ભોળેશ્વર મહાદેવ મંદિરે પગપાળા જતા શ્રદ્ધાળુઓને રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવવામાં આવી રહી છે. આ સેવાકાર્ય દર વર્ષની પરંપરા મુજબ હાથ ધરવામાં આવ્યું છે. આ સુરક્ષા અભિયાનના પ્રથમ તબક્કામાં, શ્રાવણ માસના પ્રથમ સોમવારે 700થી વધુ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાડી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. હોમગાર્ડ્ઝના જવાનો દ્વારા આગામી ત્રણેય શ્રાવણી સોમવારે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ પટ્ટીઓ લગાવવાનો મુખ્ય હેતુ એ છે કે રાત્રિ દરમિયાન દૂરથી આવતા વાહનચાલકો પદયાત્રીઓને સ્પષ્ટપણે જોઈ શકે અને સંભવિત અકસ્માતો અટકાવી શકાય. આ ઉપરાંત, આગામી ભાદરવા મહિનાની ચોથના દિવસે સપડા મુકામે ગણેશજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓને પણ રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવશે. તદુપરાંત, આસો નવરાત્રી પર્વ નિમિત્તે કચ્છ સ્થિત 'માતાના મઢ' ખાતે મા આશાપુરાના દર્શને પગપાળા જતા માઇભક્તોની રાત્રિ મુસાફરી સલામત બને તે માટે પણ વ્યાપક સ્તરે રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જામનગર હોમગાર્ડ્ઝના જવાનો દ્વારા આ અવિરત સેવાકાર્ય સતત કાર્યરત રહેશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan