Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

જામનગરમાં ABVPનો સ્કોલરશીપ મુદ્દે વિરોધ, કાર્યકરોની અટકાયત:વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા ડીકેવી સર્કલ પર પ્રદર્શન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 3 views
જામનગરમાં ABVPનો સ્કોલરશીપ મુદ્દે વિરોધ, કાર્યકરોની અટકાયત:વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા ડીકેવી સર્કલ પર પ્રદર્શન
જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા સ્કોલરશીપના મુદ્દે ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ABVPના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે SC/ST/EWS કેટેગરીના વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપની રકમ મળી નથી. આ વિલંબને કારણે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંગઠને માંગ કરી હતી કે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ પ્રશ્નનો વહેલી તકે નિવેડો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ માંગણીઓ સાથે ABVPના કાર્યકરોએ ડીકેવી સર્કલ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે સ્થળ પરથી કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan