politics
જામનગરમાં શ્રાવણના બીજા સોમવારે વિશેષ દર્શન:ઈચ્છેવર અને બેડેશ્વર મહાદેવ મંદિરોમાં ભક્તો ઉમટ્યા
જામનગરમાં શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના ઈચ્છેવર અને બેડેશ્વર મહાદેવ મંદિરોમાં વિશેષ દર્શન અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઈચ્છેવર મહાદેવ મંદિરમાં ભક્તોએ મનમહેશ સ્વરૂપના ભવ્ય દર્શનનો લાભ લીધો હતો. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ જ રીતે, બેડેશ્વર ખાતે આવેલા શ્રી બેડેશ્વર મહાદેવ મંદિરમાં પણ મિરર સ્ટોન સ્વરૂપના દર્શન માટે ભક્તોની કતારો લાગી હતી. બંને મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક વાતાવરણ છવાયું હતું.
Read full article on Divya Bhaskar