top
જામનગરમાં તહેવારો ટાણે ફૂડ શાખાનો સપાટો:રૂ.950 કિલોની કાજુ કતરીમાં ફૂગ નીકળતાં 11.5 કિલો જથ્થાનો નાશ, દંડ ફટકારાયો
તહેવારોની મોસમ શરૂ થતાં જ મીઠાઈની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે. જામનગરમાં સાતમના તહેવાર નિમિત્તે મહેમાનો માટે ખરીદવામાં આવેલી મોંઘીદાટ કાજુ કતરીમાં એક્સપાયરી ડેટ પહેલાં જ ફૂગ જોવા મળતાં ચકચાર મચી છે. ગ્રાહકની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. રૂ. 950 પ્રતિ કિલોના ભાવે ખરીદેલી કાજુ કતરીમાં ફૂગ મળતી માહિતી મુજબ, ગ્રાહક જય શુક્લે સાતમના તહેવાર નિમિત્તે ‘નટબટ’ (Nutbut) બ્રાન્ડના સ્ટોરમાંથી આશરે રૂ. 950 પ્રતિ કિલોના ભાવે કાજુ કતરી ખરીદી હતી. બોક્સ પર 7 તારીખ સુધીની એક્સપાયરી ડેટ દર્શાવવામાં આવી હતી અને ખરીદીના સમયે હજુ પાંચ દિવસ બાકી હતા. જોકે, ઘરે જઈને પેકેટ ખોલતાં કાજુ કતરી અંદરથી બગડેલી અને ફૂગવાળી જોવા મળી હતી. કંપનીમાં ફરિયાદ છતાં સંતોષકારક જવાબ ન મળ્યો કાજુ કતરી બગડેલી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ગ્રાહકે કંપનીના ટોલ-ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. જોકે, ગ્રાહકના જણાવ્યા મુજબ કંપની તરફથી સંતોષકારક પ્રતિસાદ મળ્યો નહોતો અને જવાબદારી સ્વીકારવામાં આવી નહોતી. જેથી ગ્રાહકે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. 80 ફૂટ રિંગ રોડ પરના આઉટલેટમાં તપાસ ફરિયાદ મળતાં જ ફૂડ શાખાની ટીમે એમ્યુઝમેન્ટ પાર્ક નજીક 80 ફૂટ રિંગ રોડ પર આવેલા ‘નટબટ’ના આઉટલેટ પર સ્થળ તપાસ હાથ ધરી હતી. આકસ્મિક તપાસ દરમિયાન કાજુ કતરીમાં દેખીતી રીતે ફૂગ જોવા મળી હતી. તપાસમાં બગડેલો મીઠાઈનો જથ્થો મળી આવતાં તંત્રએ આશરે 11.5 કિલો જેટલો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો. દંડ સાથે વેપારીને નિયમોનું પાલન કરવા સૂચના જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હરપાલસિંહ ભાટિયાના જણાવ્યા મુજબ, નિયમોના ઉલ્લંઘન બદલ સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ શાખા દ્વારા સંચાલકને રૂ. 5,000નો દંડ ફટકારી આગળના કમ્પ્લાયન્સ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તહેવારોને પગલે ફૂડ શાખાનું ચેકિંગ તેજ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વેપારીઓ અને ડેરી-સ્વીટ્સ સંચાલકોને ફૂડ લાઇસન્સ યોગ્ય રીતે પ્રદર્શિત કરવા, માલની ખરીદી વખતે એક્સપાયરી ડેટ ચકાસવા અને શોર્ટ શેલ્ફ-લાઇફ ધરાવતી મીઠાઈઓ પર ઉપયોગની અંતિમ તારીખ દર્શાવવા સૂચના આપવામાં આવી છે. ગ્રાહકોને પણ સાવચેતી રાખવા અપીલ ફૂડ શાખાએ શહેરીજનોને અપીલ કરી છે કે પેક્ડ મીઠાઈ કે અન્ય ખાદ્યસામગ્રી ખરીદતી વખતે મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, પેકિંગ અને ખાદ્યપદાર્થની ગુણવત્તા ખાસ ચકાસવી. તહેવારો દરમિયાન મીઠાઈની વધતી માંગ વચ્ચે ગ્રાહકો સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે સાવચેતી રાખે તે જરૂરી છે.
Read full article on Divya Bhaskar