Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Jamnagarમાં સિંહની એન્ટ્રીથી ફફડાટ, હડમતીયા ગામની સીમમાં સાવજ દેખાતા ગ્રામજનોમાં દહેશત

📰 Sandesh 🕐 1 min read 📅 August 15, 2026 👁 4 views
Jamnagarમાં સિંહની એન્ટ્રીથી ફફડાટ, હડમતીયા ગામની સીમમાં સાવજ દેખાતા ગ્રામજનોમાં દહેશત
જામનગર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જામનગર તાલુકાના હડમતીયા ગામની સીમ વિસ્તારમાં અચાનક સિંહ દેખા દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે આ પંથકમાં સિંહની હાજરી ઓછી જોવા મળતી હોવાથી, સીમમાં વનરાજને મુક્તપણે ફરતો જોઈને સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ સીમ વિસ્તારમાં સિંહ દેખાયાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક આ અંગે વન વિભાગને જાણ કરી હતી. સિંહ ગામની વસતી નજીક ન આવી જાય તે માટે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સિંહના લોકેશન પર નજર રાખી તેને વહેલી તકે પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. દીપડા બાદ હવે સિંહ દેખાતાં પંથકમાં ચર્ચા જાગી ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાયો હોવાના બનાવો બન્યા હતા. દીપડાની દહેશત હજુ પૂર્ણ થઈ ન હતી ત્યાં જ આજરોજ સીમ વિસ્તારમાં સિંહ દેખાતાં સમગ્ર જામનગર પંથકમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે. વન વિભાગ દ્વારા સિંહને સલામત રીતે પકડીને તેના કુદરતી વાતાવરણમાં ખસેડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પણ વાંચો : Ahmedabad News : બાવળા નજીક GR ઇન્ફ્રા કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડ્યા...
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan