Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Jasdanના માધવીપુર અને શિવરાજપુર વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું કમકમાટીભર્યું મોત

📰 Sandesh 🕐 1 min read 📅 September 6, 2026 👁 3 views
Jasdanના માધવીપુર અને શિવરાજપુર વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું કમકમાટીભર્યું મોત
રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જસદણ નજીક આવેલા માધવીપુર અને શિવરાજપુર ગામ વચ્ચે ફોરવીલ કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. પોતાના કામકાજ અર્થે જઈ રહેલા દંપતીને કાળ ભેટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. એક્ટિવા સવાર પતિ-પત્નીનું મોત: એકનું ઘટનાસ્થળે મોઢુકા ગામથી જસદણ તરફ આવી રહેલા પતિ-પત્ની પોતાના એક્ટિવા બાઈક પર સવાર હતા. આ દરમિયાન માધવીપુર અને શિવરાજપુર ગામ વચ્ચે સામેથી આવતી પૂરઝડપે ફોરવીલ કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ સવાર પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે પણ દમ તોડી દીધો હતો. જસદણ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આ ભયાનક અકસ્માતના પગલે આસપાસના સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan