crime
જલાલપોર પોલીસે વાહન અને મોબાઈલ પરત આપ્યાં:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં રૂ. 78 હજારની કિંમતની વસ્તુઓ મૂળ માલિકોને સોંપી
નવસારી જિલ્લાના જલાલપોરમાં પોલીસે ગુમ થયેલું વાહન અને મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત આપ્યાં. આ વસ્તુઓની કુલ કિંમત રૂ. 78 હજાર છે. જલાલપોર પોલીસ સ્ટેશનમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. મિલકત સંબંધિત ગુનાઓ શોધવા અને ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુઓ લોકોને પરત આપવા પોલીસ અભિયાન ચલાવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વસ્તુઓ શોધી કાઢી હતી. વસ્તુઓ પરત મળતાં અરજદારોએ જલાલપોર પોલીસનો આભાર માન્યો હતો. આ કામગીરીમાં પીએસઆઈ ડી.એન. ચૌધરી, એ.એસ.આઈ. ઉમેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પોપટભાઈ, ધીરજકુમાર, મયુરભાઈ તથા કનકકુમારે પણ ભાગ લીધો હતો.
Read full article on Divya Bhaskar