politics
જમીન મુદ્દે ભાજપ-કોંગ્રેસ અને AAP આદિવાસીઓની પડખે
સાગબારા જંગલ જમીન ખેડાણના મુદ્દે આદિવાસીઓનું ધરણા પ્રદર્શન સાતમા દિવસે પણ યથાવત્ છે. જમીન આંદોલન હવે રાજકારણનું એપી સેન્ટર બન્યું છે. ભાજપ અને AAP બાદ હવે કોંગ્રેસના નેતાઓએ પણ આદિવાસીઓને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના આગેવાનોએ ધરણાસ્થળની મુલાકાત લઈ આદિવાસીઓ સાથે મુલાકાત કરી હતી. સામાજિક આગેવાન લીલા વસાવા સહિતના લોકો છેલ્લા 7 દિવસથી ઉપવાસ પર બેઠા છે અને લીલા વસાવાએ સાત દિવસથી ભોજન લીધું નથી. ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.
Read full article on News18 Gujarati