Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો, બીજાની શોધ માટે સર્ચ ઓપરેશન

📰 The Indian Express 🕐 1 min read 📅 September 4, 2026 👁 2 views
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો, બીજાની શોધ માટે સર્ચ ઓપરેશન
Jammu Kashmir News : જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાના જંગલોમાં શુક્રવારે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. ચિનાર કોર્પ્સે X પર પોસ્ટ કરીને આ કાર્યવાહીની જાણકારી આપી હતી. ચિનાર કોર્પ્સ અનુસાર બડગામ જિલ્લામાં સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને શ્રીનગર CRPF એ ગઈકાલે ઓપરેશન શરૂ કર્યું હતું. ગુરુવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ બડગામના અશદાર ગલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને વોર્નિંગ આપી હતી. ચેતવણી મળતાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોને શંકા છે કે ત્યાં બીજો આતંકવાદી છુપાયેલો છે જેથી સર્ચ ઓપરેશન ચાલુ છે. એક રાઇફલ મળી આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો અને એક એક રાઇફલ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી. ઘણા મહિનાઓ પછી ખીણમાં અથડામણ સામે આવી છે. OP ASHDAR, Budgam Based on specific intelligence input, a Joint Search Operation was launched by #IndianArmy , @JmuKmrPolice and @crpf_srinagar in general area Ashdar Gali, Budgam. Vigilant troops observed suspicious activity and upon being challenged, terrorists opened fire,... — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) September 4, 2026 મીડિયા અહેવાલો અનુસાર ગુરુવારે સાંજે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે આતંકવાદીઓનું એક જૂથ પુલવામા જિલ્લાના પાખેરપોરાથી બડગામના યુસમર્ગ તરફ આગળ વધી રહ્યું છે. આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ‘સનાતન ધર્મને કોઈ મિટાવી શકશે નહીં’, જન્માષ્ટમી પર સીએમ યોગીએ કહ્યું - મથુરાને અયોધ્યા-કાશીની જેમ ચમકાવવાની તૈયારી ચિનાર કોર્પ્સે X પર જણાવ્યું હતું કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને શ્રીનગરથી સીઆરપીએફ ટુકડીએ બડગામ જિલ્લાના અશદર ગલીમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. ગુરુવારે સાંજે સૈનિકોએ આ વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી, ત્યારબાદ તેમને ચેતવણી આપવામાં આવી અને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે બીજાની શોધ ચાલુ છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan