top
જુગારમાં તોડ મામલે સાચું કોણ અને ખોટું કોણ? યુવકે વીડિયો વાયરલ કરીને પોલીસ પર કર્યા આક્ષેપ!
દ્રશ્યોમાં જોવા મળતા આ યુવકે બરવાળા પોલીસની ભૂમિકાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. યુવકે વીડિયો વાયરલ કરીને આરોપ લગાવતા જણાવ્યું કે ઘરે જુગાર રમતા હતા ત્યાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવેલ અને 58 હજાર રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. આ રકમ કાર્યવાહી ન કરવા માટે માગવામાં આવી તેવો દાવો મુકેશ દેત્રોજા નામના યુવકે કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે કાર્યવાહી નહીં થાય તો યુવકે દવા પી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. જો કે બીજી તરફ યુવકના આક્ષેપોને બરવાળા PSI એસ.જી. સરવૈયાએ ખોટા ગણાવ્યા છે. ’PSI એસ.જી. સરવૈયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે ‘જુગારનો કેસ કર્યો હોવાથી ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે યુવકનો વીડિયો વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.
Read full article on News18 Gujarati