Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

જૂનીધરીમાં ચાર શખ્સોએ હુમલો કર્યો, ગોધરામાં બાઇક ચોરાઈ:નાણાંની લેતીદેતીમાં ત્રણ લોકોને ઇજા; સાવલીવાડમાંથી ₹45 હજારની બાઇકની ચોરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 2 views
જૂનીધરીમાં ચાર શખ્સોએ હુમલો કર્યો, ગોધરામાં બાઇક ચોરાઈ:નાણાંની લેતીદેતીમાં ત્રણ લોકોને ઇજા; સાવલીવાડમાંથી ₹45 હજારની બાઇકની ચોરી
પંચમહાલ: ગોધરામાં નાણાંની લેતીદેતી મામલે મારામારી તથા ઘર આંગણેથી બાઇકની ચોરી હાઇલાઈટ્સપંચમહાલ જિલ્લાના ગોધਰਾ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને લગતી બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં જૂનીધરી ગામે નાણાંની લેતીદેતીના મામલે લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કરી ત્રણ લોકોને ઈજા પહોંચાડવામાં આવી છે, જ્યારે બીજી ઘટનામાં ગોધરા શહેરમાંથી ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થઈ છે. જૂનીધરી ગામે લેતીદેતી બાબતે હુમલો: ત્રણ ઇજાગ્રસ્ત ગોધરા તાલુકાના જૂનીધરી ગામના આંટા ફળિયામાં રહેતા 55 વર્ષીય ખેડૂત બળવંત માછીના ઘરે નાણાંની લેતીદેતીના મામલે ચાર શખ્સો આવ્યા હતા. અગાઉ ઉછીના લીધેલા નાણાં પરત આપવાની બાબતે બોલાચાલી થયા બાદ ચારેય શખ્સો ઉશ્કેરાયા હતા અને ફરિયાદી તથા તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ લોખંડના સળિયા અને લાકડીઓ વડે માર મારતાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સાથે જ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે કાંકણપુર પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાવલીવાડ વિસ્તારમાંથી ઘર આંગણે પાર્ક કરેલી બાઇક ચોરાઈ બીજા બનાવમાં, ગોધરા શહેરના સાવલીવાડ વિસ્તારમાં તેલંગ હાઈસ્કૂલ પાછળ રહેતા 57 વર્ષીય સિરાજ યુસુફ મંસુરીના ઘર આંગણે પાર્ક કરેલી અંદાજે ₹45,000ની કિંમતની મોટરસાઇકલની ચોરી થઈ હતી. તારીખ 25 ઓક્ટોબરની રાત્રિથી 26 ઓક્ટોબર 2026ની સવાર દરમિયાન અજાણ્યો તસ્કર બાઇક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan