top
જયશંકરે કિવમાં આપ્યું મોટું નિવેદન, કહ્યું - રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવામાં ભારત મદદ કરવા માટે તૈયાર
Russia-Ukraine war : ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને લઇને ભારત મદદ કરવા તૈયાર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનની રાજધાની કિવમાં આ વાત કહી હતી. વિદેશ મંત્રી હાલના દિવસોમાં કિવના પ્રવાસે છે. આ મુલાકાત એવા સમયે થઇ રહી છે જ્યારે બ્લેક સી માં રશિયા અને યુક્રેન વચ્ચે તાજેતરના તણાવ દરમિયાન ભારતીય ખલાસીઓ માર્યા ગયા છે અને ઇજાગ્રસ્ત થયા હતા. ભારત મદદ કરવા તૈયાર : જયશંકર સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર જયશંકરે ગુરુવારે કિવમાં કહ્યું હતું કે ભારત યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે મદદ કરવા તૈયાર છે. યુક્રેનના વિદેશ મંત્રી આંદ્રી સિબિહા સાથે પત્રકારો સાથે વાત કરતા જયશંકરે કહ્યું કે જો ભારત કોઈ પણ રીતે મદદ કરી શકે છે, તો અમે તૈયાર છીએ. તેમણે એ પણ માહિતી આપી હતી કે બંને મંત્રીઓ વચ્ચે બ્લેક સી માં વ્યાપારી જહાજો પર થયેલા હુમલાની પણ ચર્ચા થઈ હતી. યુદ્ધને સમાપ્ત કરવાના શાંતિના પ્રયાસોને નવી ગતિ મળશે : આંદ્રી સિબિહા યુક્રેનના વિદેશ મંત્રીએ યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની આશા વ્યક્ત કરતા કહ્યું કે તેમને આશા છે કે યુક્રેનમાં રશિયાના યુદ્ધને સમાપ્ત કરવાના શાંતિ પ્રયાસોમાં નવી ગતિ આવશે. પત્રકારો સાથે વાત કરતા આંદ્રી સિબિહાએ કહ્યું કે મારું માનવું છે કે વિશ્વભરની ઘણી રાજધાનીઓમાં રાજકીય અને ફૂટનીતિક વાતચીતના આ સક્રિય રાઉન્ડની વાપસી સાથે હવે શાંતિ પ્રયાસોમાં નવી ગતિ આવશે. જયશંકરની યુક્રેન યાત્રા અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ તેમના યુક્રેનિયન સમકક્ષ આંદ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડા પ્રધાન રાડોસ્લાવ સિકોરસ્કી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. શું ભાજપ બેકફૂટ પર આવી ગયું છે, હાલના ફેરફારો કઇ તરફ કરી રહ્યા છે ઇશારો? સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે હતું કે આ યાત્રાનો હેતુ દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો છે. સાથે તે પ્રાદેશિક ઘટનાક્રમ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવાની તક પણ પૂરી પાડશે.
Read full article on The Indian Express