politics
કાજુ કતરીમાં ચાંદીની જગ્યાએ ધાતુની વરખનો ઉપયોગ:કાલુપુરના કનૈયાલાલ માવા વાળાનું કારસ્તાન, AMC ફૂડ વિભાગની ભેળસેળિયા વેપારી સામે કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાલુપુર વિસ્તારમાં કનૈયાલાલ માવા વાળાના ત્યાં કાજુ કતરીમાં ચાંદીના વરખની જગ્યાએ અન્ય ધાતુનું વરખ મળી આવ્યું હતું. જેથી બાપુનગર વિસ્તારમાં કાજુ કતરી બનાવવાનું કારખાના પરથી આ માલ ખરીદવામાં આવ્યો હોવાનું જાણવા મળતા તેને સીલ કરાયું છે. દરીયાપુર વાડી ગામ ખાતે આવેલા બાલાજી માવા વાળા ગોડાઉન પણ લાઇસન્સ વિના અને અનહાઇજેનિક કન્ડિશનના પગલે તેને સીલ કરાયું છે. આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે જો તમે બહારથી મીઠાઈ ખરીદતા હોય તો સાવધાન રહેજો કારણ કે મીઠાઈમાં પણ હવે ભેળસેળ હોય છે અને તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે. તહેવારોની સિઝનમાં શહેરના નાગરિકો દ્વારા મીઠાઈ, નમકીન-ફરસાણ, બિસ્કિટ, કૂકીઝ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોની મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. આ દરમિયાન નાગરિકોને સલામત, ગુણવત્તાયુક્ત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરી શકાશે AMC દ્વારા એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે કે જેમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના વિવિધ મહત્વપૂર્ણ પરિમાણોનું સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ (On-the-Spot Testing) કરી શકાય. આ માટે AMCની ટીમો જરૂરી સાધનો અને ટેસ્ટિંગ કિટ સાથે સ્થળ પર ચકાસણી કરશે. આ પ્રકારની ચકાસણી દરમિયાન કોઈ ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગે શંકા જણાય તો AMCની ટીમો દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાશે જો બિનમંજૂર રંગ, ભેળસેળ અથવા અન્ય ગંભીર અનિયમિતતા જણાશે તો સંબંધિત Food Business Operator (FBO) સામે FSSAIના લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લઈ અધિકૃત લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવશે અને પરીક્ષણના પરિણામ તથા લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. કાજુ કતરીમાં ચાંદીની જગ્યાએ ધાતુની વરખનો ઉપયોગ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા તહેવારો દરમિયાન મીઠાઈઓની માગ વધતી હોવાથી મીઠાઈમાં થતી વિવિધ પ્રકારની ભેળસેળ સામે આવતી હોવાના પગલે મીઠાઈ પર લગાવવામાં આવતી સિલ્વર ફોઇલ (ચાંદીનો વરખ)ની તેમજ મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા Non-Food Grade Colourની ચકાસણી કરવામાં આવશે. "Pure Ghee"ના નામે વેચાતી મીઠાઈમાં વનસ્પતિ તેલ/અન્ય વનસ્પતિ ફેટના ઉપયોગ અંગે તેની પણ ચકાસણી કરવામાં આવશે તેમજ મીઠાઈમાં ઉપયોગમાં લેવાતું કેસર અસલી છે કે નકલી/કૃત્રિમ છે તેની ચકાસણી ફુડ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. સ્ટાર્ચનો ઉપયોગ કરાયો છે કે નહીં તેની તપાસ થશે નમકીન અને ફરસાણમાં આકર્ષક રંગ આપવા માટે બિનમંજૂર અથવા Non Food Grade Colourના ઉપયોગની શક્યતાને ધ્યાનમાં રાખીને AMCની ટીમો દ્વારા સ્થળ પર જ રંગની ચકાસણી કરવામાં આવશે. બિસ્કિટ અને કૂકીઝ જેવા ખાદ્ય પદાર્થોમાં પણ બિનમંજૂર રંગો અથવા અન્ય પ્રકારની ભેળસેળની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમાં પણ તપાસ કરવામાં આવનાર છે. જ્યારે પનીર તથા ચીઝ જેવા ડેરી ઉત્પાદનોમાં ગુણવત્તા સાથે ચેડા કરીને સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તેની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવશે AMC ફૂડ વિભાગની ભેળસેળિયા વેપારી સામે કાર્યવાહી AMC દ્વારા શહેરના તમામ Food Business Operators (FBO), મીઠાઈ ઉત્પાદકો, ફરસાણ ઉત્પાદકો, ડેરી પ્રોડક્ટ ઉત્પાદકો તથા અન્ય ખાદ્ય વ્યવસાયકારોને તહેવારોની સિઝનમાં વિશેષ કાળજી રાખવાની રહેશે. AMC ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તહેવારોમાં નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ફરસારણના માલિકો દ્વારા FBOs દ્વારા માત્ર મંજૂર કાચા માલ, મંજૂર Food Colours અને નિર્ધારિત ધોરણો મુજબના ઘટકોનો જ ઉપયોગ કરવામાં આવે, ખાદ્ય પદાર્થોમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન કરવામાં આવે તથા નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ ઊભું ન થાય તેની ખાતરી કરવામાં આવે. ભેળસેળમુક્ત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી FBOની છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar