politics
કાલેડા ગામના અગ્રણીઓ DPEOને મળ્યા:શાળામાં શિક્ષણ કથળવા અને પ્રવેશ ન આપવા મુદ્દે રજૂઆત, વાલીઓ સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો
પાટણ જિલ્લાના કાલેડા ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ ગામની પ્રાથમિક શાળામાં કથળેલા શિક્ષણ સ્તર અને આચાર્યના વલણ સામે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ને રજૂઆત કરી છે. તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. કાલેડા ગામના અગ્રણીઓ અમરતભાઈ એમ. દેસાઈ, ઠાકોર વિક્રમજી બી., દેસાઈ અમૃતભાઈ ટી. સહિત અન્ય ગ્રામજનો અને પ્રતિનિધિઓએ DPEO સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. શાળાના આચાર્ય પ્રવીણભાઈ બાળકોને શાળામાં પ્રવેશ આપતા નથી અને વાલીઓ સાથે ગેરવર્તન કરી તેમને પરત મોકલે છે. ગ્રામજનોએ રજૂઆત કરી કે, શાળામાં શિક્ષણનું સ્તર એટલું કથળી ગયું છે કે પાંચમા ધોરણમાં ભણતા બાળકોને એક પણ આવડતી નથી. સરકારી શિક્ષકોને એક લાખ રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવતો હોવા છતાં, શાળામાં શિક્ષણ કાર્ય બિલકુલ શૂન્ય છે. ગ્રામજનોની રજૂઆત બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. નરેન્દ્ર ચાવડાએ ખાતરી આપી હતી કે, આ મામલે તપાસ કરવામાં આવશે. તપાસમાં જે પણ કર્મચારીઓ દોષિત જણાશે, તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. DPEO ડો નરેન્દ્રભાઈ ચાવડાએ આવતા સોમવાર સુધીમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી છે.
Read full article on Divya Bhaskar