Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

કાલોલના વેજલપુરમાં પાણીપૂરીવાળા યુવકને ઝેરી સાપ કરડ્યો:શૌચાલયમાં કુદરતી હાજતે ગયા ત્યારે બન્યો બનાવ, ગોધરા સિવિલમાં સારવાર ચાલુ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 2 views
કાલોલના વેજલપુરમાં પાણીપૂરીવાળા યુવકને ઝેરી સાપ કરડ્યો:શૌચાલયમાં કુદરતી હાજતે ગયા ત્યારે બન્યો બનાવ, ગોધરા સિવિલમાં સારવાર ચાલુ
કાલોલ તાલુકાના વેજલપુર ગામના ખેડા ફળિયામાં રહેતા 30 વર્ષીય સુનિલકુમાર બિહારીને ઝેરી સાપ કરડ્યો છે. સુનિલકુમાર પાણીપૂરીનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઘટના સવારે તેમના ઘરના શૌચાલયમાં બની હતી. સવારે સુનિલકુમાર શૌચાલયમાં કુદરતી હાજતે ગયા હતા. તે સમયે શૌચાલયની બારીમાં છુપાયેલા એક ઝેરી સાપે તેમના હાથ પર ડંખ માર્યો હતો. સાપ કરડતા જ યુવકે બૂમ પાડી હતી. બૂમો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. 108ની ટીમે સ્થળ પર પહોંચી સુનિલકુમારને પ્રાથમિક સારવાર આપી હતી. પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્ત સુનિલકુમારને વધુ સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ગોધરા હોસ્પિટલમાં ડોકટરો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan