Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

કાનાલુસમાં હોટેલ પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરાયું:લોઠીયાના ધવલભાઈનું ₹25 હજારનું હોન્ડા ડ્રીમ ન્યુ બાઈક ગાયબ, પોલીસ તપાસ શરૂ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
કાનાલુસમાં હોટેલ પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરાયું:લોઠીયાના ધવલભાઈનું ₹25 હજારનું હોન્ડા ડ્રીમ ન્યુ બાઈક ગાયબ, પોલીસ તપાસ શરૂ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં એક મોટરસાયકલ ચોરી થઈ છે. કાનાલુસ ફાટક પાસે આવેલી જય માતાજી હોટેલના પાર્કિંગમાંથી આશરે ₹25,000ની કિંમતનું હોન્ડા કંપનીનું ડ્રીમ ન્યુ મોટરસાયકલ ચોરાઈ ગયું છે. આ મામલે લોઠીયા ગામના ધવલભાઈ રૂડાભાઈ ધ્રાંગીયાએ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ધવલભાઈ 19 સપ્ટેમ્બરના રોજ સવારે નોકરી પર જવા માટે પોતાનું મોટરસાયકલ લઈને કાનાલુસ આવ્યા હતા. તેમણે સવારે લગભગ 8 વાગ્યે પોતાનું મોટરસાયકલ હોટેલના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. સાંજે લગભગ 4:30 વાગ્યે નોકરી પૂરી કરીને તેઓ પાછા ફર્યા ત્યારે પાર્કિંગમાં તેમનું મોટરસાયકલ મળ્યું નહીં. આજુબાજુ તપાસ કરવા છતાં બાઈક ન મળતા તેમણે પોલીસને જાણ કરી. ચોરી થયેલા હોન્ડા ડ્રીમ ન્યુ મોટરસાયકલની કિંમત આશરે ₹25,000 હોવાનું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. મેઘપર (પડાણા) પોલીસે અજાણ્યા શખ્સ સામે BNSની કલમ 303(2) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan