top
કડીના ગણેશપુરામાં બે પેટ્રોલ પંપ પર ગેરકાયદે ડીઝલ વેચાણ:ફેક નંબર પ્લેટવાળા ટેન્કર ચાલક સહીત 4 સામે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધ્યો
કડી તાલુકાના ગણેશપુરા ગામ નજીક આવેલા દ્વારકેશ અને મહાકાળી પેટ્રોલિયમ પંપ પરથી ભારત સરકારના નિયમોનો ભંગ કરીને મોટા પાયે ગેરકાયદેસર ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. પેટ્રોલીયમ મંત્રાલયની વાહનદીઠ દૈનિક 200 લીટરની મર્યાદાનો અનાદર કરી ટેન્કરમાં હજારો લીટર ડીઝલ ભરી હેરાફેરી કરવા બદલ સી.આઈ.ડી. ક્રાઈમે ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. 36 હજાર લીટરથી વધુ ડીઝલ આપીને ગેરકાયદે હેરાફેરી કરતા તપાસ મુજબ, પંપ સંચાલકો મહર્ષી જગદીશભાઇ પટેલ અને અશોકકુમાર ચીમનલાલ પટેલે રાજસ્થાન પાસિંગના એક ટેન્કરમાં મર્યાદા કરતાં વધુ એટલે કે આશરે 36 હજાર લીટરથી વધુ ડીઝલ આપી દીધું હતું. આ જથ્થો 'બી.આર. ઈકો ફ્યુઅલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ'ના નામે ખરીદીને ધામતવાણ ખાતે 'દીપ ઈન્ડસ્ટ્રીઝ'ની વેલ સાઈટ પર પહોંચાડવામાં આવતો હતો. આ ગેરકાયદે હેરાફેરીની કામગીરી ટેન્કરના કબજેદાર જીતેન્દ્ર દેવારામ ચૌધરી અને ડ્રાઈવર ભગીરથ સુખારામ જાટ દ્વારા કરવામાં આવતી હતી. ફેક નંબર પ્લેટવાળા ટેન્કર ચાલક સહીત 4 સામે ગુનો પોલીસ તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે, ટેન્કરના લોનના હપ્તા બાકી હોવાથી રિકવરી એજન્ટોથી વાહન છુપાવવા માટે આરોપીઓએ મૂળ નંબર પ્લેટ હટાવીને અન્ય વાહનની ખોટી નંબર પ્લેટ લગાવી દીધી હતી. સી.આઈ.ડી. ક્રાઈમે કાર્યવાહી દરમિયાન રૂ. 5.90 લાખની કિંમતનું 6 હજાર લીટર ડીઝલ, રૂ. 22 લાખનું ટેન્કર, કેસ મેમો અને સ્લીપો મળી કુલ રૂ. 27.80 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સરકારી નિયમોનો ભંગ કરવા તથા વાહનની ઓળખ છુપાવવાના આયોજિત ગુના હેઠળ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.
Read full article on Divya Bhaskar