Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

'કેનેડામાં બહેન-બનેવીનું રેસ્ટોરન્ટ છે તમને સારી નોકરી અપાવી દેશે':વિદેશમાં નોકરીના નામે ભરમાઈને યુવકે 1.10 લાખ અને પાસપોર્ટ ગુમાવ્યા, પરત માગતા ઠગ ટોળકીએ જાનથી મારવાની ધમકી આપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 4 views
'કેનેડામાં બહેન-બનેવીનું રેસ્ટોરન્ટ છે તમને સારી નોકરી અપાવી દેશે':વિદેશમાં નોકરીના નામે ભરમાઈને યુવકે 1.10 લાખ અને પાસપોર્ટ ગુમાવ્યા, પરત માગતા ઠગ ટોળકીએ જાનથી મારવાની ધમકી આપી
વિદેશ જવાની ઘેલછા ધરાવતા યુવાનોને નિશાન બનાવતી વધુ એક ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા યુવકને કેનેડાની રેસ્ટોરન્ટમાં નોકરી અને માત્ર પાંચ દિવસમાં વિઝા અપાવી દેવાની લાલચ આપી બે ગઠિયાઓએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. દિલ્હી VFS સેન્ટર ખાતે દસ્તાવેજો નકલી હોવાનું સામે આવ્યા બાદ આરોપીઓએ અસલ પાસપોર્ટ પરત કરવા માટે વધુ 2 લાખની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. “બહેન-બનેવીની રેસ્ટોરન્ટ છે” કહી વિશ્વાસમાં લીધો ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વાઘોડિયા રોડ સ્થિત ‘ઓમ રેસિડેન્સી’માં રહેતા જીગ્નેશભાઈ નરેશભાઈ ભાટીયાને તેમના મિત્ર મારફતે આકાશ જાની અને પાર્થ મુલાણી નામના બે શખ્સો સાથે ઓળખાણ થઈ હતી. બંને શખ્સોએ દાવો કર્યો હતો કે કેનેડામાં તેમના બહેન-બનેવીની રેસ્ટોરન્ટ ચાલે છે અને ત્યાં સારી નોકરી અપાવી દેશે. સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ અંદાજે 2 લાખ થશે અને 5 દિવસમાં વિઝા આવી જશે તેમ કહી શરૂઆતમાં 36 હજાર બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ ખાતે મેડિકલ ટેસ્ટ પેટે ₹15,000 તેમજ ઇન્સ્યોરન્સ, એર ટિકિટ અને VFS ગ્લોબલ એપોઇન્ટમેન્ટના નામે હજારો રૂપિયા પડાવી લીધા હતા. દિલ્હી VFS સેન્ટરમાં ભાંડો ફૂટ્યો દસ્તાવેજ સબમિશન માટે આરોપીઓ ફરિયાદીને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં હોટલ રોકાણ અને VFS સેન્ટર ખાતે વધુ ₹20,000 (ઓનલાઇન તથા રોકડ) લીધા હતા. જોકે, દિલ્હી સ્થિત VFS સેન્ટરના અધિકારીઓએ ચકાસણી કરતાં જીગ્નેશભાઈના તમામ દસ્તાવેજો અધૂરા અને નકલી હોવાનું સ્પષ્ટ કહીને અરજી ફગાવી દીધી હતી. અસલ પાસપોર્ટ પચાવી પાડ્યો અને બનાવટી કુરિયર સ્લિપ આપી પોતાની પોલ ખુલી જતાં આરોપીઓએ “અમે જાતે વિઝા કરાવી આપીશું” તેવું આશ્વાસન આપી જીગ્નેશભાઈ પાસેથી અસલ પાસપોર્ટ સહિતના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પડાવી લીધા હતા. ત્યારબાદ કેનેડા કુરિયર મોકલ્યાની ખોટી સ્લિપ આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જીગ્નેશભાઈએ તપાસ કરતાં પાર્સલ કેનેડા જવાને બદલે વડોદરાના સયાજીગંજ સ્થિત બ્લૂ ડાર્ટ કચેરીએ પહોંચ્યું હતું, જ્યાંથી આકાશ જાની બારોબાર પાર્સલ લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. પાસપોર્ટ પરત માંગતા ₹2 લાખની ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં યુવકે પોતાના અસલ દસ્તાવેજો અને નાણાં પરત માંગ્યા હતા. જેના જવાબમાં ઉશ્કેરાયેલા આકાશ જાનીએ ઉઘાડી લૂંટ ચલાવતાં કહ્યું કે, “જો તારે અસલ પાસપોર્ટ અને દસ્તાવેજો પાછા જોઈતા હોય તો બીજા 2 લાખ આપવા પડશે. હવે જો ફરીથી ફોન કરીને પૈસા કે પાસપોર્ટ માંગ્યા છે તો ટાંટિયા તોડી જાનથી મારી નાખીશ.” આ ગંભીર ધમકી બાદ ભોગ બનનાર યુવકે બંને આરોપીઓ આકાશ જાની અને પાર્થ મુલાણી વિરુદ્ધ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરના કડક પગલાં ભરવાની માગ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan