top
ખાડામાંથી મળ્યો 3 માસની બાળકીનો મૃતદેહ
હિંમતનગરના એનજી સર્કલ પાસેથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. એક સ્થાનિક દીકરી આ રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે સમયે તેણે રેલવે ટ્રેક અને પુલ વચ્ચેના ખાડામાં એક બાળકીનો મૃતદેહ જોયો હતો. જેને પગલે તેણે તાત્કાલિક 112ની ટીમને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ આદરી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ મૃતદેહ અંદાજે 3 માસની બાળકીનો હોવાનું અનુમાન છે. તો બીજી તરફ બનાવના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠાં થયાં હતા, ત્યારે આ મૃતદેહ કઈ રીતે અહીં પહોંચ્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati