Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ખરીદી કરી રહેલી મહિલાઓના પર્સમાંથી પોલીસે મોબાઈલ સેરવી લીધા, VIDEO:દિવાળી ટાણે બજારોમાં ભીડભાડમાં કિંમતી સામાન અને બાળકોનું ધ્યાન રાખવા અપીલ કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
ખરીદી કરી રહેલી મહિલાઓના પર્સમાંથી પોલીસે મોબાઈલ સેરવી લીધા, VIDEO:દિવાળી ટાણે બજારોમાં ભીડભાડમાં કિંમતી સામાન અને બાળકોનું ધ્યાન રાખવા અપીલ કરી
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. આ ભીડભાડનો લાભ લઈને તસ્કરો નાગરિકોના મોબાઈલ, પર્સ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી ન કરે તેમજ માતા-પિતા સાથે આવેલા બાળકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર દરવાજા અને એમ.જી. રોડ વિસ્તારમાં પોલીસે અનોખી મોકડ્રીલ યોજીને લોકોને સાવચેત રહેવાનો સંદેશ આપ્યો હતો. ખરીદીમાં વ્યસ્ત લોકોના મોબાઈલ સેરવી લીધા છતા ખબર ન પડી દિવાળીના તહેવાર દરમિયાન માંડવી, લહેરીપુરા અને ચાર દરવાજા સહિતના બજારોમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે. આવી સ્થિતિમાં ખરીદીમાં વ્યસ્ત નાગરિકોના ખિસ્સા કે પર્સમાંથી અજાણ્યા ઇસમો મોબાઈલ અને કિંમતી વસ્તુઓ સેરવી લેવાની શક્યતા રહે છે. આ પ્રકારની ઘટનાઓ અટકાવવા અને લોકોને ચોરીની પદ્ધતિથી વાકેફ કરવા પોલીસે આ વિશેષ આયોજન કર્યું હતું. મોકડ્રીલ દરમિયાન પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં બજારમાં ફર્યા હતા અને ખરીદીમાં વ્યસ્ત મહિલાઓના પર્સમાંથી સિફતપૂર્વક મોબાઈલ ફોન કાઢી લીધા હતા. ત્યારબાદ જ્યારે મહિલાઓને તેમના મોબાઈલ પરત આપવામાં આવ્યા ત્યારે પોલીસે 'લો, આ તમારો મોબાઈલ સાચવો' કહીને ભીડમાં કેવી રીતે ચોરી થઈ શકે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું. આ રીતે પોલીસે લોકોને પોતાની કિંમતી વસ્તુઓ પ્રત્યે સાવચેત રહેવા માટે જાગૃત કર્યા હતા. બજારમાં જતા લોકોને જાગૃત કરવા પોલીસનો નવતર પ્રયોગ આ ઉપરાંત બજારમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડસ્પીકર મારફતે સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. જેમાં નાગરિકોને ખરીદી દરમિયાન પોતાના પર્સ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને દાગીના જેવી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને પરિવાર સાથે ખરીદી કરવા આવતા માતા-પિતાને ભીડમાં નાના બાળકોને એકલા ન છોડવા અને તેમની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા સૂચના આપવામાં આવી હતી. આ અંગે DCP ઝોન-3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી કરવા આવતા નાગરિકોએ સાવચેતી રાખવી જોઈએ અને કોઈપણ અજાણી વ્યક્તિની લોભામણી વાતો કે લાલચમાં આવવું નહીં. આ સાથે જ સાયબર ઠગાઈથી બચવા માટે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવી તેમજ અજાણી APK ફાઇલ ડાઉનલોડ કરવાથી દૂર રહેવું જોઈએ. તેમણે વધુમાં અપીલ કરી હતી કે, જો કોઈ નાગરિક સાયબર ઠગાઈનો ભોગ બને તો સમય ગુમાવ્યા વિના તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો અને બેંકને જાણ કરીને ખાતા પર જરૂરી સુરક્ષા પગલાં લેવડાવવા જોઈએ. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે અને લોકો કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા આ પ્રકારના જાગૃતિ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan