Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

કિંજલ રબારી ક્યાં છે?, લોકેશન મેળવવા અમદાવાદ પોલીસની તપાસ:રબારી સમાજના આગેવાને બંને સમાજના લોકોને તટસ્થ રહેવા અપીલ, સીનાડમાં પોલીસ પર હુમલો કરનારા 10ની અટકાયત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 2 views
કિંજલ રબારી ક્યાં છે?, લોકેશન મેળવવા અમદાવાદ પોલીસની તપાસ:રબારી સમાજના આગેવાને બંને સમાજના લોકોને તટસ્થ રહેવા અપીલ, સીનાડમાં પોલીસ પર હુમલો કરનારા 10ની અટકાયત
અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયા બાદ એક બાદ એક વળાંક આવી રહ્યા છે. પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો. જેમાં કિંજલે સ્વેચ્છાએ ગઈ હોવાનું અને અપહરણની વાત નકારી. ત્યારબાદ એક અરજી પણ પોલીસ કમિશનરને કરવામાં આવી. જો કે, હજી સુધી કિંજલ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા રૂબરુ ન આવી હોય પોલીસ તેના નિવેદન માટે લોકેશન મેળવી રહ્યા છે. કિંજલના રૂબરૂ નિવેદન બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટ થવાની શક્યતા છે. તો બીજી તરફ કિંજલના પીયર સીનાડ ગામમાં પોલીસ પર થયેલા હુમલા પ્રકરણમાં 10 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. રબારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ બંને સમાજના લોકોને તટસ્થ રહેવા અપીલ કરી છે. રબારી સમાજના યુવાઓને અપીલ કરતા કહ્યું- 'યુવાનો કોઈ ગરીબ દીકરી માટે આંદોલન કરે, કિંજલ માટે નહીં' કિંજલ રબારીનું રૂબરૂ નિવેદન લેવા માટે પોલીસના લોકેશન મેળવવા પ્રયાસ કિંજલ રબારી સાથે મૈત્રી કરાર કરી રહેતા પતિ નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈની ફરિયાદ બાદ ચાંદખેડા પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન કિંજલ રબારીનો એક વીડિયો અને એક અરજી સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી. જેમાં પોતાના અપહરણની વાતનો ઈન્કાર કરી સ્વેચ્છાએ જ પૂર્વ પતિ અશોક ચૌધરી પાસે ગઈ હોવાનો દાવો કરી રહી છે. જો કે, અપહરણની ફરિયાદ બાદ હજી સુધી કિંજલ રબારી પોલીસ સમક્ષ રૂબરૂ આવીને નિવેદન આપ્યું નથી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જયેશ મકવાણાએ જણાવ્યું કે, કિંજલ રબારીના અપહરણની જ અમને ફરિયાદ મળી છે.કિંજલ રબારીનો વીડિયો અને અરજી સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે.કિંજલ રૂબરૂ આવીને કોઈ નિવેદન આપ્યું નથી.કિંજલનું લોકેશન અમે તપાસી રહ્યા છે.લોકેશન મળ્યા બાદ કિંજલ સુધી પહોંચી નિવેદન લેવામાં આવશે.કિંજલ નિવેદન બાદ આગળની કાર્યવાહી કરાશે. બંને સમાજોનો તટસ્થ રહેવા રબારી સમાજના આગેવાનની અપીલ કિંજલ રબારી સાથે જોડાયેલા વિવાદ વચ્ચે રબારી સમાજના આગેવાન નાગજીભાઈએ સમગ્ર મામલે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા જણાવ્યું કે,“બંને સમાજોમાં કોઈ દોષિત હોય તો કિંજલ રબારી છે, તે જ બધાને ગેરમાર્ગે દોરે છે. લગ્નનો નિર્ણય વ્યક્તિ પોતે કરે છે અને કોઈએ દબાણથી ફેરા ફેરવ્યા નથી.” તેમણે બંને સમાજના લોકોને આ મામલે ઉશ્કેરાવાની કે નિરાશ થવાની જરૂર ન હોવાનું જણાવી તટસ્થ રહેવાની અપીલ કરી હતી. સીનાડ ગામમાં PSI પર થયેલા હુમલા અંગે તેમણે યુવાનોને લાગણીમાં આવીને ઉશ્કેરાઈ ન જવા અપીલ કરી હતી. નાગજીભાઈએ માલધારી સમાજના યુવાનોને અપીલ કરતાં કહ્યું હતું કે, “કિંજલ રબારી માટે નહીં, કોઈ ગરીબ દીકરી માટે આંદોલન કરજો.” તેમણે સ્પષ્ટ કર્યું કે કિંજલના મામલે સમાજના યુવાનોએ લાગણીમાં આવીને આંદોલન કરવાની જરૂર નથી. કિંજલ રબારીના ગામ સીનાડમાં 7 સપ્ટેમ્બરે થયેલા ઘર્ષણમાં PSI પર હુમલો કરાયો'તો. જે મામલે પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી લીધી છે. જેઓના નામની યાદી. આ સમાચાર પણ વાંચોઃ ચૌધરી PSI પર હુમલો, કિંજલ રબારી કેસમાં ભારેલા અગ્નિની સ્થિતિ સિંગર કિંજલ રબારી લગ્ન વિવાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેમાં બે જ્ઞાતિ સામસામે આવી ગઈ હોવાથી આ મામલો વધુ ઉગ્ર બની શકે છે. જેમાં આજે(7 સપ્ટેમ્બર) કિંજલના પિયર રાધનપુરના સિનાડ ગામે 60 લોકોના ટોળાએ ચૌધરી PSI પર હુમલો કરી દીધો હતો. તો બીજી તરફ કિંજલે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી તેનું અપહરણ ના થયું હોવાનું જણાવ્યું છે. કિંજલે પત્રમાં લખ્યું છે કે, અશોક ચૌધરી સાથે ક્યારેય છૂટાછેડા લેવા ન્હોતા, પરિવારે બળજબરીપૂર્વક હાઇકોર્ટમાં જવાબ અપાવ્યો હતો અને બળજબરીથી મુકેશ દેસાઈને સોંપી દીધી હતી. તે મારી સાથે બળજબરી કરતો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan