top
કલોલમાં ઝાડ નીચે ધમધમતા જુગારના અડ્ડાનો પર્દાફાશ:ગાંધીનગર-અમદાવાદના 8 જુગારીઓ 85 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
કલોલ તાલુકા પોલીસ ટીમે પુર્વ બાતમીના આધારે ધમાસણા ગામની સીમમાં કલોલ-માણસા રોડ પર આવેલી ફટકડીની ફેક્ટરી નજીક દરોડો પાડીને ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ કરી ગાંધીનગર અને અમદાવાદના આઠ જુગારીઓને 45 હજારની રોકડ સહિત 85 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતર પાસેના ઝાડ નીચે જુગાર રમતા હતા કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.જે.ગઢવીની ટીમ છત્રાલ બીટ વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ધમાસણા સીમમાં આવેલ ચંદનજી ભાઈલાલજી ઠાકોરના ખેતર પાસેના ઝાડ નીચે કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે ગંજીપાનાથી પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. હાથમાંથી પત્તા દાવ પર ફેંકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ બાતમી આધારે પોલીસ કાફલો ખાનગી વાહનોમાં ઘટનાસ્થળે પહોંચતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસને જોતા જ ઝાડ નીચે ગોળ કુંડાળું વળીને બેઠેલા ઈસમોએ હાથમાંથી પત્તા દાવ પર ફેંકી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર અને અમદાવાદના 8 જુગારી દબોચાયા બાદમાં પોલીસે 8 જુગારીઓને દબોચી લઈ પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ નરસિંહજી જવાનજી ઠાકોર, રમેશકુમાર અમરતજી મકવાણા (બંને રહે. ધોળાકુવા,ગાંધીનગર), ગણપતજી બેચરજી ઠાકોર, કનુજી ઉર્ફે ભોલો કાળાજી ઠાકોર,કલ્પેશજી વેચાતજી ઠાકોર (તમામ રહે.ગોલથરા કલોલ),કાળાજી ભલાજી ઠાકોર, અર્જુનજી મંગાજી ઠાકોર,લાલાજી ચમનજી ઠાકોર(તમામ રહે.ખોરજ ખોડીયાર, ઘાટલોડિયા) હોવાનું જણાવ્યું હતું. 45 હજારની રોકડ સહિત 85 હજારનો મુદ્દામાલ જપ્ત બાદમાં પોલીસે જુગારીઓની અંગજડતીમાંથી 45 હજારની રોકડ તેમજ આઇફોન સહિત ચાર મોબાઇલ મળીને 85 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તમામને જેલની હવા ખવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar