Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
environment

કોલસાની કટોકટી અને ઊર્જા સંકટની અસર:સુરતમાં દિવાળી પર સરકારી ઈમારતો પર થતી રોશનીના દિવસો ઘટશે, હવે માત્ર ત્રણ-ચાર દિવસ જ ઝગમગશે શહેર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 3 views
કોલસાની કટોકટી અને ઊર્જા સંકટની અસર:સુરતમાં દિવાળી પર સરકારી ઈમારતો પર થતી રોશનીના દિવસો ઘટશે, હવે માત્ર ત્રણ-ચાર દિવસ જ ઝગમગશે શહેર
સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે શહેરના મુખ્ય બ્રિજ અને મનપાની તમામ સરકારી કચેરીઓ પર આકર્ષક રોશની કરીને શહેરને ઝગમગાવવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવાળી લાઇટિંગનો ઉત્સવ છથી સાત દિવસ સુધી ચાલે છે, અને ગયા વર્ષે આ લાઇટિંગ પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે ₹50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે, આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આયોજનમાં ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોલસાની કટોકટી અને ઊર્જાની અછત સર્જાઈ હોવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગના દિવસો ઘટાડીને માત્ર ત્રણથી ચાર દિવસ જ રાખવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં ઊભી થયેલી વીજ સંકટની પરિસ્થિતિની સીધી અસર જાહેર જીવન અને ઉદ્યોગો પર ન પડે તે માટે તંત્ર સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. ઔદ્યોગિક ફીડરમાં સાંજનો પાવરકાપ રદ કરી દેવામાં આવ્યો બીજી બાજુ, રાજ્યમાં છેલ્લા 18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ ઊભું થયું હતું, જેની મોટી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડવાની પૂરી શક્યતા હતી. અગાઉ જાહેર કરવામાં આવેલા 'સ્ટેગર ડે' મુજબ વીજ કાપની વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઔદ્યોગિક જગતને રાહત આપવા માટે DGVCL દ્વારા આ વ્યવસ્થા રદ કરવામાં આવી છે. હાયર ઓથોરિટીની સૂચના અનુસાર, હવે ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત ચાલુ રહેશે અને કોઈપણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કરી દેવામાં આવ્યો છે. દિવાળીની રોશનીના દિવસો મર્યાદિત રાખવાનું આયોજન જ્યારે ઉદ્યોગોને પણ વીજ કટોકટીની ગંભીર અસરોમાંથી મુક્ત રાખવા માટે કવાયતો હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પણ વીજ બચત અને ઊર્જા સંરક્ષણના ભાગરૂપે દિવાળીની રોશનીના દિવસો મર્યાદિત રાખવાનું આયોજન વિચારણા હેઠળ છે. દિવાળી જેવા પ્રકાશના પર્વ પર શહેરીજનો ઉત્સાહ સાથે ઉજવણી કરી શકે તે માટે સંતુલન જાળવીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવનાર છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan