Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Kutchના ભચાઉમાં 200 ફૂટ ઊંચા વીજ ટાવર પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા મચી ચકચાર

📰 Sandesh 🕐 1 min read 📅 September 3, 2026 👁 3 views
Kutchના ભચાઉમાં 200 ફૂટ ઊંચા વીજ ટાવર પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા મચી ચકચાર
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. ધરાણા ગામની સીમમાં આવેલા એક વિશાળ વીજ ટાવર પર યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે દોડી ગયો હતો. 200 ફૂટ ઊંચાઈએથી મૃતદેહ નીચે ઉતારાયો ઘટનાસ્થળે આશરે 200 ફૂટ ઊંચા અને 220 KVની ક્ષમતા ધરાવતા હાઈ ટેન્શન વીજ ટાવર પર યુવકનો મૃતદેહ લટકતો હતો. ઊંચાઈ વધુ હોવાના કારણે ફાયર ફાઈટરો માટે મૃતદેહ સુધી પહોંચવું અત્યંત જોખમી અને પડકારજનક હતું. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સતત 3 કલાકની ભારે જહેમત અને કાળજીપૂર્વકની કામગીરી બાદ અંતે મૃતદેહને સલામત રીતે નીચે ઉતાર્યો હતો. મૃતક ઝારખંડનો વતની: પોલીસે હાથ ધરી તપાસ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ સંજય કુમાર તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો રહેવાસી હોવાનું ખુલવા પામ્યું છે. યુવકે આ ખૌફનાક પગલું શા માટે ભર્યું અથવા તેની પાછળ અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan