top
લાલપુરના બબરઝરમાં જુગાર પર પોલીસના દરોડા:બે દરોડામાં 9 શખ્સો ઝડપાયા, રૂ. 21,460 રોકડા અને ગંજીપત્તા કબજે
લાલપુર તાલુકાના બબરઝર ગામની કોટડા સીમમાં પોલીસે તીનપત્તીના જુગાર પર કાર્યવાહી કરી છે. પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં કુલ રૂ. 21,460 રોકડા અને ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં, પોલીસે 4 શખ્સો પાસેથી રૂ. 11,450 રોકડા અને ગંજીપત્તા જપ્ત કર્યા હતા. આ મામલે નરેશભાઇ વિરજીભાઇ ચાવડા અને નથુભાઇ માલદેભાઇ ગાગીયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પ્રદિપભાઇ ધરમશીભાઇ રૂપારેલ અને પોપટભાઇ રામાભાઇ ગાગીયાને BNSS કલમ 35(3) હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. બીજા દરોડામાં, પોલીસે અન્ય 5 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 10,010 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં રાજેશ હરજીભાઇ ત્રીવેદી, દયાળજી ગોપાલભાઇ પાઠક, પરષોતમ ગોકળભાઇ પાઠક, ભીખાભાઇ મેરકભાઇ લાખોત્રા અને ગોપાલભાઇ દેવજીભાઇ મોકરીયાનો સમાવેશ થાય છે. બંને બનાવો અંગે લાલપુર પોલીસ મથકે જુગારધારા કલમ 12 હેઠળ ગુના નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar