Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

તરસાલીના સાંતમ હાઇલેન્ડ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો:8 જુગારી ઝડપાયા,7 શખસ વોન્ટેડ, 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 5 views
તરસાલીના સાંતમ હાઇલેન્ડ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો:8 જુગારી ઝડપાયા,7 શખસ વોન્ટેડ, 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તરસાલી ખાતે આવેલા એક ફ્લેટમાં ધમધમતા મોટા જુગારધામનો ઝોન-3 એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે સાંતમ હાઇલેન્ડ ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ 3.27 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રજ્ઞેશ ફ્લેટમાં જુગાર અડ્ડો ચલાવતો એલસીબી ઝોન-3ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, તરસાલી બ્રિજ પાસે આવેલા સાંતમ હાઇલેન્ડના ફ્લેટ નં. એચ/102માં રહેતો પ્રજ્ઞેશ ચંદુભાઈ પરમાર બહારથી માણસો બોલાવી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે ટીમે ફ્લેટ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. 8 જુગારી ઝડપાયા,7 શખસ વોન્ટેડ દરોડા દરમિયાન પોલીસે ફ્લેટ સંચાલક પ્રજ્ઞેશ પરમાર ઉપરાંત જહાંગીર ઉર્ફે સલીમ ઇસ્માઇલભાઇ મેમણ, હરેશભાઇ બાબુભાઇ માળી, મોબીનભાઈ અબ્દુલભાઈ મન્સુરી, જાવીદભાઈ હસનભાઈ પટેલ, મયૂર લાભુભાઈ વાઘેલા, વનરાજસિંહ ચંદ્રસિંહ ગોહીલ અને દીપક મોહનલાલ શર્મા સહિત 8 જુગારીઓને ઝડપી લીધા હતા. આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા કાલુ (તાંદલજા), ઇમરાન દરબાર, નવાજ હસન પટેલ, ઇરફાન કાજી, પ્રકાશ ઉર્ફે પિન્ટુ તિવારી, સિરાજ ઉમર ઘાંચી તેમજ મિરાજ નામના 7 આરોપીઓ હાજર ન મળતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે જુગારના સ્થળેથી રોકડા ₹1,75,690 , 8 મોબાઈલ ફોન , 3 ટુ-વ્હીલર મળીને કુલ ₹3,37,690નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan