top
લ્યો બોલો! નોકરીમાંથી કાઢી મૂકતા કર્મચારીએ માલિક પર તલવારથી કર્યો હુમલો
વલસાડ નજીક આવેલી મહાદેવ હોટલ બહાર ચોંકાવનારી ઘટના બની હતી. હોટલના માલિકે એક કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા તેણે જીવલેણ હુમલો કર્યો હતો. મહત્વનું છે કે રોષે ભરાયેલા કર્મચારીએ માલિક પર તલવારથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે હુમલો કર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. પરંતુ બનાવ અંગેની જાણકારી મળતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક જાણકારી એકઠી કરીને આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તથા અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
Read full article on News18 Gujarati