top
મધદરિયે ડૂબતી બોટના LIVE દ્રશ્યો!
ગીર સોમનાથ જિલ્લામાં મધદરિયે મોટી હોનારત ટળી. મળતી વિગત પ્રમાણે મધદરિયે તાજેતરમાં એક બોટ ગરકાવ થવાની ઘટના બની. જોકે, આસપાસમાં અન્ય બોટ હાજર હોવાથી દોરડાની મદદથી ડૂબતી બોટના પાંચ જેટલા માછીમારોને બચાવી લેવાયા હતા. પરંતુ બોટ ડૂબી જતાં માલિક આરીફ મહંમદને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. સોશિયલ મીડિયામાં મધદરિયે ડૂબતી બોટના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે.
Read full article on News18 Gujarati