Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Mecca Agreement: શું છે મક્કા કરાર? પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેના નવા ડિફેન્સ પેક્ટથી ભારત પર શું અસર થશે?

📰 The Indian Express 🕐 1 min read 📅 August 11, 2026 👁 7 views
Mecca Agreement: શું છે મક્કા કરાર? પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેના નવા ડિફેન્સ પેક્ટથી ભારત પર શું અસર થશે?
પશ્ચિમ એશિયામાં બદલાતા શક્તિ સંતુલન વચ્ચે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ મક્કા કરાર (Mecca Agreement) કરીને નવી સંરક્ષણ ભાગીદારીનો સંકેત આપ્યો છે. એક દેશ પર હુમલો થાય તો ત્રણેય સામે હુમલો ગણવાની જોગવાઈ ધરાવતો આ કરાર માત્ર સામૂહિક સુરક્ષા પૂરતો મર્યાદિત છે કે તેની પાછળ મોટું વ્યૂહાત્મક ગણિત છે? ખાસ કરીને ભારત માટે આ કરાર કેટલો મહત્વનો છે? એ સમજીએ સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ 7 ઓગસ્ટે મક્કા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર સાથે પાકિસ્તાનને મુસ્લિમ વિશ્વની એકમાત્ર પરમાણુ શક્તિને નાટોના બે મુસ્લિમ બહુમતી ધરાવતા સભ્ય દેશોમાંના એક તુર્કી અને ગલ્ફ ક્ષેત્રની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા સાઉદી અરેબિયા સાથે એક નવા સંરક્ષણ માળખામાં જોડાવાની તક મળી છે. ત્રણેય દેશોએ જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલ મક્કા મક્કા કરારનો હેતુ કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી સામે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરવાનો છે. કરાર હેઠળ ત્રણમાંથી કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પરનો હુમલો માનવામાં આવશે. આ ઉપરાંત સંરક્ષણ સહયોગના વિવિધ ક્ષેત્રોને વધુ મજબૂત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જોકે, કરારની સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. સપ્ટેમ્બર 2025માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા Strategic Mutual Defense Agreement (SMDA) ની જેમ આ વખતે પણ કરારનો સંપૂર્ણ ટેક્સ્ટ જાહેર ન કરાયો હોવાથી તેની વાસ્તવિક અસર અંગે અનેક સવાલો ઊભા થયા છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન તણાવમાં હાલ થોડી રાહત છે, ગાઝામાં હમાસના નિઃશસ્ત્રીકરણ અને ઈઝરાયલની પીછેહઠ માટે નવા પ્રયાસો થઈ રહ્યા છે અને સાઉદી અરેબિયા તથા હૂતી વચ્ચેના હુમલાઓમાં પણ અસ્થાયી શાંતિ જોવા મળી રહી છે. મક્કા કરાર ખરેખર શેના માટે છે? કરારની સૌથી વધુ ચર્ચા તેની સામૂહિક સંરક્ષણની જોગવાઈને લઈને થઈ રહી છે. એટલે કે એક દેશ પર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પરનો હુમલો ગણવામાં આવશે. પરંતુ આ જોગવાઈને કરારની સૌથી મોટી પ્રતિરોધક શક્તિ માનવી કદાચ યોગ્ય નથી. તેનું પ્રથમ કારણ છે કરારની ગુપ્તતા છે. સામાન્ય રીતે પરસ્પર સંરક્ષણ કરારોમાં જવાબદારી અને કાર્યવાહીનું માળખું સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવે છે, જેથી કોઈ વિરોધી દેશને એ ખબર હોય કે હુમલો કરાય તો સામે કઈ પ્રકારની સામૂહિક કાર્યવાહી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, નાટોની સામૂહિક સંરક્ષણ વ્યવસ્થા North Atlantic Treaty માં જાહેર રીતે ઉપલબ્ધ છે. નાટોના Article 5 હેઠળ કોઈ સભ્ય દેશ પર હુમલો થાય તો અન્ય સભ્ય દેશોની જવાબદારીનું માળખું સ્પષ્ટ છે. આ જ રીતે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના દેશો વચ્ચે 2000માં થયેલા Joint Defence Agreement માં પણ સંરક્ષણ સંબંધિત જવાબદારીઓનું માળખું આપવામાં આવ્યું છે. જોકે મક્કા કરારની સંપૂર્ણ વિગતો જાહેર ન હોવાથી તેની વાસ્તવિક પ્રતિરોધક ક્ષમતા કેટલી છે તે અંગે હાલ ચોક્કસપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કરારની વાસ્તવિક કસોટી હુમલા સમયે કોઈપણ સામૂહિક સંરક્ષણ કરારની વિશ્વસનીયતાની સૌથી મોટી કસોટી ત્યારે થાય છે જ્યારે તેના કોઈ સભ્ય દેશ પર ખરેખર હુમલો થાય. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર 2025માં થયેલા SMDAનો અનુભવ પણ આ સંદર્ભમાં મહત્વનો છે. કરાર થયા બાદ સાઉદી અરેબિયાએ મિસાઇલ, ડ્રોન અને રોકેટ હુમલાઓનો સામનો કર્યો હતો. પહેલાં ઈરાન તરફથી અને ત્યારબાદ યમનના હૂતી સંગઠન તરફથી હુમલાઓ થયા હોવા છતાં પાકિસ્તાને અત્યાર સુધી કોઈ સીધી લશ્કરી કાર્યવાહી કરી નથી. તે જ રીતે અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાનના ગંભીર સૈન્ય તણાવ છતાં સાઉદી અરેબિયાએ પણ તાલિબાન શાસિત અફઘાનિસ્તાન સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરી નથી. એટલે માત્ર સંરક્ષણ કરાર અસ્તિત્વમાં હોવો અને તેના આધારે વાસ્તવિક યુદ્ધમાં સહયોગ આપવો બંને અલગ બાબતો છે. મક્કા કરારનું સૌથી મોટું મહત્વ શું છે? આ કરારનું કદાચ સૌથી મહત્વનું પાસું સામૂહિક યુદ્ધની જાહેરાત કરતાં પણ વધુ લાંબા ગાળાનું છે. તે છે સાઉદી અરેબિયાની પોતાની સંરક્ષણ અને સૈન્ય ઉત્પાદન ક્ષમતા વિકસાવવાની યોજના. સાઉદી અરેબિયા લાંબા સમયથી પોતાની સુરક્ષા માટે અમેરિકન હથિયારો અને ડિફેન્સ સિસ્ટમ્સ પર મોટા પ્રમાણમાં નિર્ભર રહ્યું છે. પરંતુ પશ્ચિમ એશિયાની બદલાતી ભૂરાજનીતિએ રિયાધને પોતાની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત કરવાની જરૂરિયાતનો અહેસાસ કરાવ્યો છે. આ માળખામાં ચીન અને તુર્કીની સૈન્ય ઉત્પાદન ક્ષમતા તથા પાકિસ્તાન સાથેના તેમના સંસ્થાકીય અને વ્યૂહાત્મક સંબંધો સાઉદી અરેબિયા માટે ઉપયોગી બની શકે છે. સાઉદી અરેબિયા હાલમાં આધુનિક પાંચમી પેઢીના ફાઇટર જેટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. બીજી તરફ, હોમલેન્ડ ડિફેન્સ માટે તે હજુ પણ અમેરિકન હથિયારો પર નિર્ભર છે. આ સાથે ઈઝરાયલ અને ઈરાન જેવી પ્રાદેશિક સૈન્ય શક્તિઓની વચ્ચે પોતાની સુરક્ષા જાળવી રાખવી પણ રિયાધ માટે પડકારજનક છે. સાઉદી અરેબિયાની ડિફેન્સ નબળાઈ કેમ ચર્ચામાં છે? તાજેતરના સંઘર્ષોએ સાઉદી અરેબિયાની એર ડિફેન્સ સિસ્ટમ સામેના પડકારોને સ્પષ્ટ કર્યા છે. અહેવાલો અનુસાર, યુદ્ધના શરૂઆતના 44 દિવસ દરમિયાન સાઉદી અરેબિયાએ અંદાજે 2,400 Patriot PAC-3 ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો હતો. આ તેના યુદ્ધ પહેલાંના સ્ટોકના લગભગ 86 ટકા જેટલો હતો. આ પરિસ્થિતિએ રિયાધને માત્ર વિદેશી હથિયારો ખરીદવાને બદલે પોતાની સ્થાનિક સૈન્ય ઉત્પાદન ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત તરફ વધુ ગંભીરતાથી વિચારવા પ્રેર્યું છે. અહીંથી જ પાકિસ્તાન અને તુર્કીની ભૂમિકા મહત્વની બને છે. પાકિસ્તાન અને તુર્કી વચ્ચેનું સંરક્ષણ સહયોગ ચીનની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા બંને તુર્કી સાથે અદ્યતન સંરક્ષણ પ્લેટફોર્મના વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે સહયોગ કરી રહ્યા છે. તુર્કીનું KAAN પાંચમી પેઢીનું ફાઇટર જેટ અને Baykar Akinci ડ્રોન જેવા પ્રોજેક્ટ્સ આ સહયોગની ક્ષમતાનું ઉદાહરણ છે. પાકિસ્તાનને પણ તુર્કી તરફથી લશ્કરી કામગીરી દરમિયાન વિશેષ સહયોગ મળ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એપ્રિલ-મે 2025માં થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન પણ તુર્કીના સહયોગની ચર્ચા થઈ હતી. આથી મક્કા કરારને માત્ર ત્રણ દેશો વચ્ચેનો સામાન્ય સંરક્ષણ કરાર માનવાને બદલે તેને એક મોટા સૈન્ય-ઔદ્યોગિક સહયોગના માળખા તરીકે જોવો વધુ યોગ્ય બની શકે છે. મક્કા કરારનું નિશાન ઈરાન કે ઈઝરાયલ? આ સૌથી મહત્વનો સવાલ છે.સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ કરારની જેમ મક્કા કરારની પ્રતિરોધક અસર ઈરાન સામે પણ હોવાની શક્યતા છે. ગલ્ફ દેશોની સુરક્ષા સામે ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતા લાંબા સમયથી ચિંતાનો વિષય રહી છે. પરંતુ આ કરારનો મુખ્ય વ્યૂહાત્મક નિશાન ઈઝરાયલ હોવાની શક્યતા વધુ દેખાય છે, ખાસ કરીને તુર્કીના દૃષ્ટિકોણથી. તુર્કી માટે ઈઝરાયલ હવે ઈરાન કરતાં મોટો સુરક્ષા પડકાર બની રહ્યો હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તેનું સૌથી મોટું કારણ છે સિરિયા. સિરિયામાં ઈરાનનો પ્રભાવ ઘટ્યો છે અને બીજી તરફ તુર્કીનું દમાસ્કસ સાથેનું જોડાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સિરિયાના ઉત્તર ભાગમાં તુર્કીના હિતો અને દક્ષિણ ભાગમાં ઈઝરાયલના હિતો વચ્ચે ટકરાવની શક્યતા વધી શકે છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગન પણ ઈઝરાયલની લેબનોન અને સિરિયા સંબંધિત સૈન્ય કાર્યવાહીની આકરી ટીકા કરી ચૂક્યા છે. આ દરમિયાન ઈઝરાયલના કેટલાક રાજકીય નેતાઓએ તુર્કીને ઈરાન બાદના મોટા સુરક્ષા ખતરા તરીકે ગણાવ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિ મક્કા કરાર પાછળના વ્યૂહાત્મક ગણિતને સમજવા માટે મહત્વપૂર્ણ છે. મક્કા કરારમાં ત્રણેય દેશોને શું મળશે? 1. સાઉદી અરેબિયા માટે સાઉદી અરેબિયા માટે સૌથી મોટો ફાયદો પોતાની સૈન્ય ક્ષમતા અને સ્થાનિક ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વિકસાવવાનો છે. રિયાધને ચીન અને તુર્કી પાસેથી ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતા, જ્યારે પાકિસ્તાન પાસેથી વ્યૂહાત્મક અને સંસ્થાકીય સહયોગ મળી શકે છે. સાથે જ ત્રણેય દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધવાથી સાઉદી અરેબિયાને પ્રાદેશિક સુરક્ષામાં વધુ આત્મનિર્ભર બનવાની તક મળશે. 2. પાકિસ્તાન માટે પાકિસ્તાન માટે સાઉદી અરેબિયા સાથેના સંબંધો પહેલેથી જ મહત્વપૂર્ણ છે. હવે તુર્કી પણ આ માળખામાં વધુ ઊંડે જોડાતાં ઈસ્લામાબાદને પોતાની સૈન્ય અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાની તક મળશે. પાકિસ્તાન આ માળખામાં એક પ્રકારના મુખ્ય કનેક્ટિંગ નોડ તરીકે કામ કરી શકે છે. એક તરફ સાઉદી અરેબિયા, બીજી તરફ તુર્કી અને વ્યાપક રીતે ચીન સાથેના સંબંધો મહત્વના બની શકે એમ છે. 3. તુર્કી માટે તુર્કી માટે આ કરાર ગલ્ફ ક્ષેત્રમાં પોતાનો વ્યૂહાત્મક પ્રભાવ વધારવાની તક છે. સાઉદી અરેબિયાની વિશાળ નાણાકીય ક્ષમતા અને તુર્કીની ઝડપથી વિકસતી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વચ્ચેનું જોડાણ બંને માટે ફાયદાકારક બની શકે છે. ખાસ કરીને સિરિયા અને પશ્ચિમ એશિયામાં બદલાતા શક્તિ સંતુલનને ધ્યાનમાં રાખીને અંકારા માટે આ ભાગીદારીનું મહત્વ વધી શકે છે. ભારત માટે મક્કા કરારનો અર્થ શું? આ કરારનો ભારત માટે સૌથી મોટો સંદેશ એ છે કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેનું વ્યૂહાત્મક અંતર ઘટવાને બદલે હવે પાકિસ્તાન-તુર્કી સંબંધો સાથે સાઉદી સુરક્ષા સહયોગનું નવું જોડાણ ઊભું થઈ રહ્યું છે. ભારત માટે આ બાબત મહત્વપૂર્ણ છે કારણ કે તુર્કીનો પાકિસ્તાન સાથેનો લશ્કરી અને વ્યૂહાત્મક સહયોગ પહેલેથી જ ગાઢ છે. તુર્કી અને ભારત વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મુદ્દાઓ પર મતભેદ જોવા મળ્યા છે. ખાસ કરીને પાકિસ્તાન સંબંધિત તુર્કીની ભૂમિકા નવી દિલ્હીની ચિંતાનું કારણ રહી છે. બીજી તરફ, ભારતે છેલ્લા એક દાયકામાં સાઉદી અરેબિયા સાથે વ્યૂહાત્મક, આર્થિક અને ઊર્જા સંબંધો મજબૂત કર્યા છે. અહીં એક રસપ્રદ સંતુલન જોવા મળે છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનનો નજીકનો ભાગીદાર છે, પરંતુ સાથે સાથે ભારત સાથે પણ તેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો વધ્યા છે. ભારતનું વિશાળ બજાર અને રોકાણની તકો રિયાધ માટે મહત્વપૂર્ણ છે. પરંતુ જો સાઉદી અરેબિયાની સુરક્ષા જરૂરિયાતો તેને પાકિસ્તાન અને તુર્કી સાથે વધુ ઊંડા સંરક્ષણ સહયોગ તરફ લઈ જાય છે, તો ભારત-સાઉદી સંબંધોની સામે નવી વ્યૂહાત્મક કસોટી ઊભી થઈ શકે છે. શું ભારતે ચિંતા કરવી જોઈએ? તાત્કાલિક રીતે મક્કા કરારને ભારત સામે સીધો લશ્કરી ખતરો માનવો યોગ્ય નથી. કરારનો જાહેર હેતુ સામૂહિક સંરક્ષણ અને ત્રણેય દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ મજબૂત કરવાનો છે. તેની સંપૂર્ણ વિગતો પણ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ભારત માટે ચિંતા કરવાની બાબત લાંબા ગાળાના વ્યૂહાત્મક ગોઠવણમાં થઈ રહેલો ફેરફાર છે. જો સાઉદી અરેબિયા પોતાની સુરક્ષા માટે પાકિસ્તાન અને તુર્કી પર વધુ નિર્ભર બનશે, તો પાકિસ્તાનને રિયાધ સાથેના સંબંધોમાં વધુ વ્યૂહાત્મક પ્રભાવ મળી શકે છે. આ સાથે તુર્કી અને પાકિસ્તાનના પહેલેથી મજબૂત લશ્કરી સંબંધો તથા ચીનની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની ભૂમિકાને જોતા એક મોટું પ્રાદેશિક નેટવર્ક ઊભું થઈ શકે છે. આથી ભારતે સાઉદી અરેબિયા સાથે પોતાના સંબંધોને માત્ર વેપાર અને ઊર્જા સુધી મર્યાદિત ન રાખી ડિફેન્સ, ટેક્નોલોજી, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગના સ્તરે વધુ ઊંડા બનાવવા પડશે. મક્કા કરારનું મોટું ચિત્ર શું કહે છે? મક્કા કરારને માત્ર પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેના સૈન્ય કરાર તરીકે જોવો કદાચ તેના વ્યાપક અર્થને નાનો કરી દે છે. તેમાં ત્રણ અલગ જરૂરિયાતો એકબીજા સાથે જોડાય છે સાઉદી અરેબિયાને સુરક્ષા અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી જોઈએ છે. તુર્કીને પશ્ચિમ એશિયામાં વ્યૂહાત્મક પ્રભાવ અને સુરક્ષા ભાગીદારી જોઈએ છે. પાકિસ્તાનને આ બંને શક્તિઓ સાથે પોતાનું વ્યૂહાત્મક સ્થાન મજબૂત કરવું છે. આ સમગ્ર માળખાની પાછળ ચીનની વધતી સૈન્ય-ઔદ્યોગિક ક્ષમતાને પણ અવગણી શકાય નહીં. આથી મક્કા કરારનો સાચો પ્રભાવ કદાચ આજે દેખાય તેના કરતાં આગામી કેટલાક વર્ષોમાં વધુ સ્પષ્ટ થશે. ભારત માટે સૌથી મહત્વની બાબત એ રહેશે કે સાઉદી અરેબિયા પોતાના પરંપરાગત સંતુલિત વિદેશ નીતિના માળખામાં ભારત સાથેના સંબંધોને કેટલી હદ સુધી સ્વતંત્ર અને મજબૂત રાખે છે. આ પણ વાંચો । હોર્મુઝને લઇને ઇરાન અને યુએસ વચ્ચેની સમજુતી શા માટે જટિલ? અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ખુલાસો કર્યો મક્કા કરારનો તાત્કાલિક સંદેશ સામૂહિક સુરક્ષા છે, પરંતુ તેનો લાંબા ગાળાનો અર્થ પશ્ચિમ એશિયામાં બદલાતી ડિફેન્સ ભાગીદારી અને શક્તિ સંતુલનમાં છુપાયેલો છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan