Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

મેડિકલ-ડેન્ટલની ખાલી 88 બેઠકો ભરવા સ્પેશિયલ રાઉન્ડ:MBBSની 56 અને BDSની 32 બેઠકો માટે સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજાશે, 4 નવેમ્બર સુધીમાં 3 લાખની ડિપોઝિટ ભરવી પડશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 2, 2026 👁 2 views
મેડિકલ-ડેન્ટલની ખાલી 88 બેઠકો ભરવા સ્પેશિયલ રાઉન્ડ:MBBSની 56 અને BDSની 32 બેઠકો માટે સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજાશે, 4 નવેમ્બર સુધીમાં 3 લાખની ડિપોઝિટ ભરવી પડશે
રાજ્યમાં મેડિકલ અને ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ MBBS અને BDSની કુલ 88 બેઠકો ખાલી રહી હતી. આ બેઠકો ખાલી ન રહે તે માટે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી નવી દિલ્હીની સૂચનાથી રાજ્યની પ્રવેશ સમિતિ ACPUGMEC દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ઓનલાઈન સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં MBBSની 56 અને BDSની 32 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉના ચોથા ઓનલાઈન સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં કન્સેન્ટ આપીને ચોઈસ ફિલિંગ કર્યું હોય, પરંતુ કોઈ બેઠક ફાળવવામાં આવી ન હોય તેવા પાત્ર વિદ્યાર્થીઓ જ આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે. 4 નવેમ્બર સુધીમાં ₹3 લાખની સિક્યુરિટી ડિપોઝિટ ફરજિયાત આ રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ આગામી 4 નવેમ્બર સુધીમાં 3 લાખની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. જે બાદ વિદ્યાર્થીઓ યુઝર આઈડી અને પાસવર્ડથી લોગ-ઈન કરીને ડિપોઝિટનું ચલણ ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ઉપલબ્ધ ઓનલાઈન પેમેન્ટ ગેટવે અથવા રોકડ રકમ કે 'ACPUGMEC', પેયેબલ એટ ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવી શકશે. આ માટે કમિટી દ્વારા અધિકૃત HDFC બેન્કની શાખાઓમાં જ રકમ જમા કરાવવાની રહેશે. 3 લાખની ડિપોઝિટ ભરનારા વિદ્યાર્થીઓને જ બેઠક ફાળવણી માટે લાયક ગણવામાં આવશે. પ્રવેશ કન્ફર્મ નહીં કરાવનારની ડિપોઝિટ જપ્ત થશે જોકે અગાઉના કોઈપણ રાઉન્ડમાં MBBS, BDS, BAMS અથવા BHMSમાં પ્રવેશ મેળવી કન્ફર્મ કરાવનારા વિદ્યાર્થીઓ તેમજ ચોથા રાઉન્ડમાં MBBS/BDSની બેઠક ફાળવાઈ હોય તેવા ઉમેદવારો આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં. સ્પેશિયલ સ્ટ્રે રાઉન્ડમાં બેઠક ફાળવવામાં આવે તેવા વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં ટ્યુશન ફી ભરી, એપોઇન્ટમેન્ટ લીધેલા હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવી એડમિશન ઓર્ડર મેળવવાનો રહેશે અને ત્યારબાદ ફાળવાયેલી સંસ્થામાં હાજર થવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થીને બેઠક ફાળવાયા બાદ પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે તો તેની 3 લાખની રિફંડપાત્ર સિક્યોરિટી ડિપોઝિટ તેમજ 10 હજાર પણ જપ્ત થઈ જશે. તેમજ સ્પેશિયલ સ્ટ્રે રાઉન્ડ બાદ BDSની કોઈ બેઠક ખાલી રહેશે તો પ્રવેશ સમિતિ દ્વારા પાંચમો ઓનલાઈન સ્ટ્રે રાઉન્ડ પણ યોજવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan