Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મેઘપર પોલીસે મોડપર-કાનાલુસમાં જુગાર રમતા 12 શખ્સોને પકડ્યા:બે સ્થળેથી કુલ ₹38,770 રોકડા અને ગંજીપત્તા કબજે કરાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 5 views
મેઘપર પોલીસે મોડપર-કાનાલુસમાં જુગાર રમતા 12 શખ્સોને પકડ્યા:બે સ્થળેથી કુલ ₹38,770 રોકડા અને ગંજીપત્તા કબજે કરાયા
મેઘપર (પડાણા) પોલીસે મોડપર અને કાનાલુસ ગામમાં બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 12 શખ્સોને પકડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ ₹38,770 રોકડા અને ગંજીપત્તાના પાનાં જપ્ત કર્યા હતા. મોડપરની વાડી સીમમાંથી પોલીસે જેશાભાઈ દેવાતભાઈ વરૂ, વેજાણંદ વિરાભાઈ આંબલીયા, સાજણભાઈ રણમલભાઈ કનારા, સંદીપ બાબુભાઈ તરાવીયા, ભીખુભાઈ આલાભાઈ ગોજીયા અને હમીરભાઈ ભીખાભાઈ કેસરીયા સહિત 6 શખ્સોને ઝડપ્યા હતા. તેમની પાસેથી ₹27,610 રોકડા કબજે કરાયા હતા. જ્યારે કાનાલુસ ગામમાં પાણીના ટાંકા પાસે દરોડા દરમિયાન શબીર કાસમભાઈ સાટી, કરીમ સમસુદીનભાઈ જીનાણી, પ્રવિણપરી મનુપરી ગુસાઈ, સાગર અભેસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ વાઘજીભાઈ કચ્છવા અને સૌકત નઝરઅલી જીનાણી સહિત 6 શખ્સો પકડાયા હતા. તેમની પાસેથી ₹11,160 રોકડા મળ્યા હતા. આ બંને કેસમાં મેઘપર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ 12 હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan