top
Mehsana: DDO પ્રદીપસિંહ રાઠોડની કારનો અકસ્માત; પગમાં ઈજા થતાં વિસનગર હોસ્પિટલમાં દાખલ
મહેસાણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) પ્રદીપસિંહ રાઠોડની કારને એક માર્ગ અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના ખરણા-બોરું ગામ નજીકથી પસાર થઈ રહેલી DDO ની કાર સામેથી આવી રહેલી અન્ય એક કાર સાથે સામસામે અથડાઈ હતી. DDO પ્રદીપસિંહ રાઠોડની કારને નડ્યો અકસ્માત આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારને નુકસાન પહોંચ્યું હતું.અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર મહેસાણા DDO પ્રદીપસિંહ રાઠોડને પગના ભાગે વાગતાં ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે અને મદદ માટે દોડી આવ્યા હતા. બે કાર વચ્ચે થઈ સામસામે જોરદાર ટક્કર ઈજાગ્રસ્ત DDO પ્રદીપસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી વધુ અને યોગ્ય સારવાર મળી રહે તે માટે વિસનગરની હોસ્પિટલમાં ખસેડીને એડમિટ કરવામાં આવ્યા છે. DDO ના અકસ્માતના સમાચાર મળતાં જ મહેસાણા જિલ્લા પંચાયત અને વિસનગર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ તેમનું સ્વાસ્થ્ય પૂછવા અને હાલચાલ જાણવા માટે વિસનગર હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પણ વાંચો: Patan: સમી પોલીસ ઊંઘતી રહી ને ગાંધીનગર SMC એ ત્રાટકી, 6.38 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ પકડાયા
Read full article on Sandesh